________________
૨૧૬
જૈન તત્વ પ્રકાશ પૃથ્વીનું વર્ણન છે. ચોથા ઉદેશામાં ઈદ્રિયોનું કથન છે. પાંચમા ઉદેશામાં ગર્ભસ્થિતિનું, મનુષ્યના બીજનું, એક જીવના પિતાપુત્રનું, મૈથુનમાં હિંસાનું, તુંગીયા નગરીના શ્રાવકેનું અને દ્રહના ગરમ પાણીનું કથન છે. છઠ્ઠા ઉદેશામાં–હારિણી (અવધારિણી) ભાષાનું કથન છે. સાતમા ઉદેશામાં–દેવતાનો અધિકાર છે, આઠમા ઉદેશામાં અસુરેન્દ્રની સભાનું વર્ણન છે. નવમા ઉદેશમાં અઢી દ્વીપનું વર્ણન છે અને દશમા ઉદેશામાં આકાશાસ્તિકાય તથા ઉથાનાદિના ગુણ છે.
૩. ત્રીજા શતકના પહેલા ઉદેશામાં–ન્દ્રોની રિદ્ધિનું, તિષ્યગુપ્ત અણગારનું, કુરુદત્ત અણગારનું, તામલી તાપસનું, સૌધર્મેન્દ્ર-ઈશાનેન્દ્રના ઝગડાનું, તથા સનકુમારેન્દ્રના પૂર્વભવનું વર્ણન છે. બીજા ઉદેશામાં અસુરકુમાર, વૈમાનિક દેવની ચોરીનું, અસુરકુમાર સુધર્મ દેવલોકે ગયે તેનું, પૂરણ તાપસનું અને વાની ગતિનું વર્ણન છે, ત્રીજા ઉદેશામાંમંડિતપુત્ર ગણધરના પ્રશ્નોત્તર, અંતક્રિયાનું અને સમુદ્રની ભરતીનું વર્ણન છે. ચોથા ઉદેશામાં–સાધુના અને દેવના જ્ઞાનના ભાંગ, વાયુકાયના વક્રિયનું વાદળાંનાં વિચિત્ર રૂપ અને પરભવની લશ્યાનું કથન છે. પાંચમા ઉદેશામાં–સાધુનું ક્રિય રૂ૫ બનાવવાનું વર્ણન છે. છઠ્ઠા ઉદેશામાં વિર્ભાગજ્ઞાનનું. સાતમા ઉદેશામાં–ચાર લેકપાલનું, આડમા ઉદેશામાં દસ પ્રકારના દેવતાનું, નવમા ઉદેશામાં ઈન્દ્રોની પરિષદનું વર્ણન છે.
૪. ચોથા શતકમાં ઈશાનેન્દ્રના ચાર લોકપાલનું, તેમની રાજધાનીનું, નારકીનું અને પરસ્પર લેશ્યાનું વર્ણન છે.
૫. પાંચમા શતકના પહેલા ઉદેશમાં–ચારે દિશામાં સૂર્યોદયનું દિન રાત્રિનું પરિમાણ, ઋતુ પરિણમવાનું અને અઢી દ્વીપનું સૂર્યોદયનું કથન છે. બીજા ઉદેશામાં–વાયુકાયનું ધાન્ય ધાતુ આદિનું અને લવણ સમુદ્રનું પ્રમાણ છે. ત્રીજા ઉદેશામાં–આયુષ્યનું કથન છે. ચોથા ઉદેશામાં-છદ્મસ્થ અને કેવળીનું, હસવાથી તથા નિદ્રાથી કર્મબંધનનું, હરિણગમેલી દેવ અને ગર્ભહરણનું, એવંતાકુમારે પાતરું પાણીમાં તરાવ્યાનું, શુક્ર દેવલોકના દેવોનું, દેવ અસંયતિનું, દેવતાની