________________
પ્રકરણ ૩જુ આચાર્ય
૧૭૯ શુદ્ધ ભાવપર્યાયમાં લીન થઈ જવું તે ધ્યાન “એકવવિતર્ક નિર્વિચાર” કહેવાય છે.
૩. એક સમયની સ્થિતિવાળી સર્વથી અતિ સૂકમ ઈર્યાપથિકી કિયા જ માત્ર જેમને હોય છે તેવા તેરમા ગુણસ્થાનવતી સગી કેવળીનું યેગેનું રૂંધન કરતી વખતનું ધ્યાન તે “સુમક્રિયા અપ્રતિપાતિ” કહેવાય છે.
૪. જ્યારે શરીરની શ્વાસ પ્રશ્વાસ આદિ સુક્રમક્રિયાઓ પણ અટકી જાય ત્યારે તે આત્મ પ્રદેશનું સર્વથા મેરુની પેઠે અકંપપણું પ્રકટે. અને આત્મપ્રદેશને ઘન બની જાય ત્યારે તે ધ્યાન “સમુચ્છિન્નકિયા અનિવૃત્તિ ધ્યાન કહેવાય છે.
શુકલ ધ્યાનનાં ૪ લક્ષણ :
૧. જેમ તલમાં તેલ, દૂધમાં ઘી, માટીમાં ધાતુ એકરૂપ થઈ રહેલ હોય છે, પરંતુ મંત્રાદિ પ્રયોગથી તે અલગ થાય છે, તેમ જ્ઞાનાદિ ત્રણ રનની ક્ષાયિકભાવે આરાધના કરવાથી આત્મા કર્મથી મુક્ત થાય છે. આ પ્રમાણે, કર્મથી અલિપ્ત રહે અને પરભાવને ત્યાગ કરીને આત્મભાવમાં લીન થવું તે વિવેક.
૨. પૂર્વે તે માતાપિતાદિના અને પશ્ચાત્ તે સાસુસસરાદિના સંગ તેમજ વિષયકષાયાદિ આત્યંતર સંગ એમ બન્ને પ્રકારના સંગને ત્યાગ અને રાગદ્વેષનો ત્યાગ તે વ્યુત્સર્ગ.'
૩. સ્ત્રી આદિના હાવભાવ તે અનુકુળ ઉપસર્ગ અને દેવદાનવાદિકૃત દુઃખ તે પ્રતિકુળ ઉપસર્ગ, એ બન્ને પ્રકારના ઉપસર્ગથી ચલિત ન થાય. ઇદ્રની અપ્સરા કે વિકરાળ દૈત્ય જેમને ધ્યાનમાંથી કિંચિત્ માત્ર પણ ચલાવી ન શકે તે “અબૂછું.”