________________
પ્રકરણ ૩ જુ : આચાર્ય
૧૬૭ ૪. વાડી, બગીચા, ઉદ્યાન, દેવસ્થાન, પરબ, ધર્મશાળા, કોઢ, દુકાન, હવેલી, ઉપાશ્રય, પિષધશાળા, ખાલી કઠાર, સભાસ્થાન, ગુફા, રાજસભાસ્થાન, છત્રી, શાસન, વૃક્ષની નીચે એ ૧૮ પ્રકારનાં સ્થાનમાં
જ્યાં સ્ત્રી, પશુ અને નપુંસક ન રહેતાં હોય ત્યાં એક રાત્રિ આદિ યથોચિત કાળ રહે તે વિરક્ત શયનાસન પ્રતિસંલીનતા તપ.” એ છે પ્રકારનાં બાહ્ય તપ. હવે છ પ્રકારનાં આત્યંતર તપ તે નીચે પ્રમાણે.
૭ પ્રાયશ્ચિત્ત તપ –પાપના પર્યાયનું છેદન કરે તે પ્રાયશ્ચિત્ત તા.
પાપ ૧૦ પ્રકારે લાગે. ૧. કંદર્પ (કામ)વશ; ૨. પ્રમાદવશ ૩. અજ્ઞાનવશ ૪. ક્ષુધાતુરપણે, ૫. કષ્ટ પડતાં, ૬. સંશયવશ, ૭. ઉન્મત્તપણે. ૮. ભયથી ૯. ષથી અને, ૧૦ પરીક્ષા કરવાને.
ઉક્ત ૧૦ પ્રકારે લાગેલા દોષની અવિનીત શિષ્ય ૧૦ પ્રકારે આલોચના કરે. ૧ કોલ કરીને, ૨. પ્રાયશ્ચિત્તના ભેદો પૂછીને, ૩. બીજા દેખી ગયા હોય તેટલું જ કહી શેષ છુપાવે, ૪. નિંદાના ભયથી. નાના નાના દોષ કહે. પ. નાના દોષોને નિર્માલ્ય સમજી મોટા મેટા જ દોષ કહે. ૬. કંઈક સમજાય કંઈક ન સમજાય એમ ગડબડ ગોટા કરી કહે. ૭. પ્રશંસા અર્થે લોકોને સંભળાવીને કહે. ૮. ઘણાની સન્મુખ કહે. ૯. પ્રાયશ્ચિત્તની વિધિના અજાણ હોય તેની સન્મુખ કહે. ૧૦. હળવું પ્રાયશ્ચિત્ત આપે એવી ઈચ્છાથી સદોષીની સંમુખ કહે.
હવે વિનીત શિષ્ય ૧૦ ગુણેને ધારક હોય તે શુદ્ધ આચના કરે છે. ૧. સ્વયંશુદ્ધ પાપભીરું. ૨. ઉત્તમ જાતિવંત ૩. ઉત્તમ કુલવંત ૪. વિનયવંત. ૫. જ્ઞાનવંત. ૬. દર્શનવંત. ૭. ચારિત્ર્યવંત. ૮. ક્ષમાવંત-વૈરાગ્યવંત, ૯. જિતેન્દ્રિય અને ૧૦. પાપને પશ્ચાત્તાપ કરનાર.
નીચેના ૧૦ ગુણોનો ધારક પ્રાયશ્ચિત્ત આપી શકે છે. ૧. શુદ્ધાચારી. ૨. શુદ્ધ વ્યવહારી, ૩. પ્રાયશ્ચિત્તની વિધિને જાણે, ૪. શુદ્ધ શ્રદ્ધાવંત, પ. લજજા દૂર કરી પૂછવાવાળા ૬. શુદ્ધ કરવામાં