________________
- ૧૫૬
જેન તત્વ પ્રાકાશ ગાથા:- તો સુવિલો વૃત્તો, વાદદિરતને તદા !
बाहिरो छविहो वुत्तो, एवमन्भिन्तरो तवो ॥ ७॥ अणसण मुणोयरिया, भिक्खायरिया य रस परीच्चाओ। कायकिलेसो संलोणया य, बज्जो तवो होइ ॥ ८ ॥ पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ । झाणं च विउस्सगो, असो अभितरो तवो ॥ ३० ॥
અથ –તપના બે પ્રકારઃ ૧. બાહ્ય અને ૨. અત્યંતર. તેમાં બાહ્ય તપ છ પ્રકારનાં તેમ જ અત્યંતર તપ પણ છ પ્રકારનાં કહ્યાં છે.
૧. અનશન, ૨. ઉદરી, ૩. ભિક્ષાચરી, ૪. રસપરિત્યાગ, ૫. કોયલેશ, અને ૬. પ્રતિસલીનતા. આ છ પ્રકારનાં તપને બાહ્ય અર્થાત્ પ્રત્યક્ષ તપ કહ્યાં છે. અને ૧. પ્રાયશ્ચિત્ત, ૨. વિનય ૩. વિયાવૃત્ય ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન અને, ૬. વ્યુત્સર્ગ, આ છ પ્રકારનાં તપને - આત્યંતર (ગુપ્ત) કહ્યા છે.
બાહ્ય તપ કરતાં આત્યંતર તપમાં કર્મની નિર્જરા અધિક થાય છે. આ બારે તપનું સવિસ્તૃત વર્ણન નીચે કરવામાં આવે છે.
૧. અનશન તા:- ૧. અસણું–અન્ન, ૨. પાણું–પાણી, ૩. ખાઇમં–મે. સુખડી, ૪. સાઈમ-મુખવાસ.
આ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે તેનું નામ અનશન. તેના બે ભેદ છે –૧. ઇત્તરિય-અમુક મર્યાદિત કાળ માટે તપ કરવું તે ૨. - અવકહિયા–જાવજજીવ તપ કરે તે.
ઈત્તરિય તપના ૬ પ્રકાર–૧. શ્રેણી તપ, ૨. પ્રતર તપ, ૩. ઘન તપ, ૪. વર્ગ તપ, પ. વર્ગીવર્ગ તપ, ૬. પ્રકીર્ણ તપ. ૧ ચોથ ભક્ત (૧ ઉપવાસ) છડું ભક્ત (૨ ઉપવાસ) અઠ્ઠમ ભક્ત (૩ ઉપવાસ) એમ કમશઃ ચઢતાં ચઢતાં પક્ષ, માસ, દ્વિમાસ, યાવત્