________________
૧૨૬
જૈન તત્વ પ્રકાશ
પછી વિશુદ્ધ પરિણામે ચડતાં પરમ અવધિ અને પછી કેવળજ્ઞાન પામે અને આયુષ્ય અલ્પ હોવાથી વેષપલટ કરવા પહેલાં જ સિદ્ધ થાય તે અન્યલિંગ સિદ્ધા”
૧૩. ગૃહસ્થલિંગમાં ધર્માચરણ કરતાં વિશુદ્ધ પરિણામેની વૃદ્ધિ થતાં કેવળજ્ઞાન થાય અને આયુષ્ય અલ્પ હોવાથી મુનિવેષ ધારણ કર્યા પહેલાં જ મોક્ષે જાય તે “ગૃહસ્થલિંગ સિદ્ધા.”
૧૪. એક સમયમાં ૧ સિદ્ધ થાય તે “એક સિદ્ધા.
૧૫. એક સમયમાં બેથી માંડીને ૧૦૮ સિદ્ધ થાય તે અનેક સિદ્ધા.
બીજા પણ ૧૪ પ્રકારે સિદ્ધ થાય તે ૧. તીર્થની પ્રવૃત્તિમાં એક સમયમાં ૧૦૮ સિધ્ધ થાય. ૨. તીર્થના વિચ્છેદમાં એક સમયમાં ૧૦ સિદ્ધ થાય. ૩. એક સમયમાં તીર્થકર ૨૦ સિદ્ધ થાય. ૪. સામાન્ય કેવળી ૧૦૮ સિદ્ધ થાય. ૫, સ્વયં બુદ્ધ ૧૦૮. ૬. પ્રત્યેક બુધ્ધ ૧૦ સિદ્ધ થાય. ૭. બુધ બેથિક ૧૦૮ સિદ્ધ થાય. ૮. સ્વલિંગ પણ ૧૦૮ સિદ્ધ થાય. ૯. અન્યલિંગી ૧૦ સિદ્ધ થાય. ૧૦. ગૃહલિંગ ૪ સિદ્ધ થાય. ૧૧. સ્ત્રીલિંગ ૨૦ સિદ્ધ થાય. ૧૨. પુરુષલિંગ ૧૦૮ સિધ્ધ થાય.
* નવમા સુવિધીનાથજી અને સત્તરમા કુંથુનાથજી સુધી વચ્ચેનાં આંતરામાં તીર્ય વિચ્છેદ ગયું. તે વખતે સિદ્ધ થયા તે અતીથ સિદ્ધા જાણવા. મરુદેવી માતા પણ અતીર્થ સિદ્ધામાં આવે;