________________
૧૧૮
જૈન તત્વ પ્રકાશ પહેલા, બીજા દેવલોકના દેવ મનુષ્યની પેઠે કામગ સેવે છે. .
ત્રિીજા, ચોથા દેવલજ્જા દે દેવીના સ્પર્શ માત્રથી તૃપ્ત થાય છે.
પાંચમા, છઠ્ઠા દેવલોકના દેવ દેવીના વિષયજનક શબ્દ સાંભળી તૃપ્ત થાય છે.
સાતમા, આઠમા દેવલોકના દેવ દેવીનાં અંગોપાંગના નિરીક્ષણ (રૂપ)થી જ તૃપ્ત થાય છે.
અહીં સુધી પહેલા બીજા દેવલોકની અપરિગ્રહિતા દેવીઓને દેવતા તેડાવે છે. નવમા, દસમા, અગિયારમા અને બારમા દેવલેકના દેવ સ્વસ્થાનકે રહી ભોગની ઇચ્છા કરે છે, તે વખતે પહેલા, બીજા દેવલોકમાં રહેલી તેમને ભગયોગ્ય દેવીનું મન તેમના તરફ આકર્ષાય છે. દેવ અવધિજ્ઞાનથી તેના વિકારી મનનું અવલોકન કરીને જ તૃપ્તક થઈ જાય છે. બારમા દેવલોકથી ઉપરના દેવોને ભોગ ઇચ્છા થતી નથી.
આ એકેક ઇદ્રને ૭ પ્રકારની અણિકા (સેના) છે. ૧. ગંધર્વ ૨. નાટક, ૩. હસ્તી, ૪. ઘોડા, ૫. રથ, ૬. પાયદળ, ૭. વૃષભ.
જેમ અહીં રાજાઓને ઉમરાવ હોય છે તેમ ૬૪ ઇંદ્રોને સામાનિક દેવ હોય છે. પુરોહિતની સમાન પ્રત્યેક ઈન્દ્રને ૩૩ ત્રાયસૂચિંશક દેવો હોય છે. અંગરક્ષક સમાન આત્મરક્ષક દેવ હોય છે. સલાહકાર મંત્રીની પેઠે આત્યંતર પરિષદના દેવ હોય છે. તેઓ ઇદ્ર જ્યારે બોલાવે છે ત્યારે જ જાય છે. કામદારો સમાન શ્રેષ્ઠ કામ કરનાર મધ્યમ પરિષદના દેવો હોય છે. તેઓ ઈદ્રના તેડાવ્યા પણ જાય અને વણતેડાવ્યા પણ જાય. કિંકરની પેઠે સઘળાં કામ કરનારા બાહ્ય પરિષદના દેવો હોય છે. તેઓ
જેમ નાગરવેલનાં પાન હજારો ગાઉ દૂર લઈ જવામાં આવે પણ અહી તેની વેલને કંઈ નુકસાન પહોચતાં દૂર રહેલું પાન ખરાબ થઈ જાય છે. તેમજ બારમા દેવલોકના દેવ દૂર રહેવા છતાં પણ બીજા દેવલોકની દેવીની સાથે માનસિક બેગ વિચારમાત્ર-(By mental thought)થી કરી શકે છે. -