________________
પ્રકરણ ૨ સિદ્ધ રહે છે. એક દિવસના અંતરે આહારની ઈરછા થાય છે ત્યારે તે જ પ્રમાણે આહાર કરે છે. પૃથ્વીને સ્વાદ ગોળ જેવો રહી જાય છે. મરવાના ૬ માસ પહેલાં યુગલણ પુત્રપુત્રીના છેડાને જન્મ આપે છે. જેમનું ૭૯ દિવસ સુધી પાલન થયા બાદ તેઓ પોતે સ્વાવલંબી બની સુખપૂર્વક વિચરે છે. બાકી બધું પહેલા આરા જેમ જાણવું. આ ત્રણે આરાનાં તિર્યંચ પંચેન્દ્રિય પણ યુગલિયા જ હોય છે.
ત્રીજા આરાના ત્રણ વિભાગમાંથી પહેલા બે વિભાગમાં જ ઉપર મુજબચનારહે છે. જ્યારે ૬૬,૬૬,૬૬,૬૬,૬૬,૬૬,૬૬,૬૬,૬૬,૬૬,૬૬, (છાસઠ લાખ કોડ છાસઠ હજાર કોડ છાંસઠ સે કોડ, છાસઠ કોડ, છાસઠ લાખ, છાસઠ હજાર, છાસઠ સે છાસઠ) સાગરોપમ ત્રીજા આરાના વ્યતીત થઈ જાય છે ત્યારે કાળ સ્વભાવના પ્રભાવે કલ્પવૃક્ષાથી જોઈતી બધી વસ્તુઓની પ્રાપ્તિ ન થવાથી તે યુગલ મનુષ્યોમાં પરસ્પર વાદવિવાદ અને કલેશ શરૂ થાય છે, જાણે તેને શાંત કરવા જ અનુકમથી ૧૫ કુલકરો-(વિક્રદ્ધર–પ્રતાપી પુરુષો) મનુષ્યની ઉત્પત્તિ થાય છે*
પ્રથમના પાંચ કુલકર સુધી “હકાર દંડ, પછીના પાંચ કુલકર સુધી “મકાર” દંડ અને બાકીના પાંચ કુલકરે સુધી “ધિકાર" દંડની નીતિ ચાલે છે. અર્થાત્ જુગલિયાં પરસ્પર લડે ત્યારે “હ” “મા” “ધિક” શબ્દો કહેવાથી તેઓ શરમાઈ શાંત થઈ જાય છે. અહીં સુધી તે અસિ (નોકરી કરી), મસિ (વ્યાપાર કરી), કૃષિ (ખેતી.
* પહેલા કુલકરનું આયુષ્ય એક પપભના ૧૦ મા ભાગનું, બીજાનું એક પલ્યોપમના ૧૦૦મા ભાગનું, ત્રીજાનું પોપમના હજારમા ભાગનું,
થાનું ૧૦ હજારમા ભાગનું, પાંચમાનું લાખમાં ભાગનું, છટ્ટાનું ૧૦ લાખમા ભાગનું, સાતમાનું કરાડમા ભાગનું, આઠમાનું ૧૦ કરોડમા ભાગનું, નવમાનું ૧૦૦ કરોડમા ભાગનું ૧૦ માનું હજાર કરોડમાં ભાગનું, ૧૧ માનું ૧૦ હજાર કરોડમા ભાગનું, ૧૨ માનું એક લાખ કરોડમા ભાગનું ૧૩ માનું ૧૦ લાખ કરોડમા ભાગનું ૧૪ માનું ક્રોડાકડમા ભાગનું, અને ૧૫માનું ૮૪ લાખપૂર્વનું આયુષ્ય હોય છે, એમ પદ્મપુરાણ દિગમ્બરના ગ્રંથમાં લખ્યું છે.