________________
પ્રકરણ ૨ જુંઃ સિદ્ધ
કાળચકનું વર્ણન ભરતક્ષેત્રમાં ૨૦ ક્રોડાકોડ સાગરોપમનું કાળચક (૧૨ આરાવાળું) સદા ફરતું રહે છે. જે કાળમાં પ્રત્યેક સમય શુભ પુદ્ગળ (સુખો)ની ન્યૂનતા અને અશુભ પુદ્ગળ (દુઃખ)ની વૃદ્ધિ થાય તેને અવસર્પિણી કાળ કહે છે. અશુભ પુગળની ન્યૂનતા અને શુભ પુગળોની વૃદ્ધિ થાય તેને ઉત્સર્પિણી કાળ કહે છે. તે બન્ને કાળના ૬-૬ આરા હોય છે. તેમાંથી - અહીં પહેલા અવસર્પિણી કાળના ૬ આરાનું વર્ણન કરે છે.
૧. ચાર ક્રોડાકોડ સાગરોપમના પહેલા “સુખમ સુખમ” (એકાન્ત સુખ) નામક આરામાં મનુષ્યનું દહ પ્રમાણ ૩ ગાઉનું હોય છે. આયુષ્ય ૩ પલ્યોપમનું હોય છે. તેમના શરીરમાં ૨૫૬ પાંસળીઓ હોય છે. અને તેઓ વજઋષભનારાચ સંહનન તથા સમચતુરન્સ સંસ્થાનવાળા હોય છે. મહાસ્વરૂપવાન અને સરળ સ્વભાવી હોય છે. અને સ્ત્રીપુરુષના યુગલરૂપે સાથે જ અવતરે છે. તેમની ઈચ્છાઓ ૧૦ પ્રકારનાં કલ્પવૃક્ષે પૂર્ણ કરે છે, તેનાં નામે આ પ્રમાણે છે – ૧ “માતંગવૃક્ષથી. ફળ મળે છે.૨.મિંગાવૃક્ષથી સુવર્ણ રત્નનાં વાસણો મળે છે. ૩. ‘તુડિયંગા વૃક્ષથી ૪૯ જાતિનાં વાજિંત્રોના મનોહર નાદ સંભળાય છે. ૪. “જાતિવૃક્ષથી રાત્રિમાં સૂર્ય સમાન પ્રકાશ કરે છે. પ. “દીપવૃક્ષ' દીપકની જેમ પ્રકાશ કરે છે. ૬. ચિતગાવૃક્ષથી સુગંધી ફૂલોનાં ભૂષણ પ્રાપ્ત થાય છે. ૭. ચિત્તરંગાવૃક્ષથી ૧૮ જાતનાં મનોજ્ઞ ભજન મળે છે. ૮. “મને વેગા” વૃક્ષથી સુવર્ણ રત્નનાં આભૂષણ મળે છે. ૯. “ગિહંગારા વૃક્ષ ૪૨ માળના મહેલ જેવા થઈ જાય છે અને ૧૦. “અણિયગારા વૃક્ષથી. ઉત્તમોત્તમ વસ્ત્રો પ્રાપ્ત થાય છે. •
પહેલા આરાના પુરૂષોને ત્રણ ત્રણ દિવસ પછી આહારની ઈચ્છા થાય. છે, ત્યારે શરીર પ્રમાણે + કલ્પવૃક્ષનાં ફળ તથા માટી વગેરેને આહાર કરે છે. તે સમયમાં માટી પણ સાકર જેવી ગળી હોય છે.
૮ પહેલા આરામાં તુવેરના દાણા જેટલ, બીજામાં બોર જેટલે અને ત્રીજા આરામાં અબળા જેટલે આહાર યુગલ મનુષ્ય કરે છે એમ ગ્રંથકાર