________________
(૫૯) સારાંશ પ્રના.
શ્રાવકે કેવી રીતે કામ કરવુ... ?
વ્યવિચારે કામ કરવાથી શું થાય છે ?
૩ કાંઇપણ કામ કરતાં પહેલાં શું વિચારવુ' જોઇએ ? ૪ શું કરવાથી નઠારૂ પરિણામ આવે છે ? ૫ હિંમતલાલ શેઠે શું કર્યું હતું ?
પાઠ ૨૮ મે.
ધર્મ સાંભળવા.
દરેક શ્રાવકે હંમેશા ધર્મ સાંભળવા જેઈએ. કારણ કે, ધર્મ આબાદી તથા ક્લ્યાણના હેતુ રૂપ છે. ધર્મ સાંભળવાથી આપણી આબાદી તથા કલ્યાણ થાય છે. તેમજ ધર્મ સાંભળવાથી મનના બધા ભેદ નાશ પામી જાય છે અને મન શાંત થાય છે. જે મા જીસ હમેશાં ધર્મ સાંભળવા તત્પર રહે છે, તેનું જ્ઞાન વધતું જાય અને તેના મનમાં સારા સારા વિચાર આવ્યા કરે છે, જ્યારે આપણુ ચિત્ત વ્યાકુળ હોય ત્યારે જો તે ચિત્તને ધર્મ સાંભળવામાં રાકયુ' હાંય; તે તે ચિત્ત સ્વસ્થ થઇ જાય છે. ધર્મ સાંભળવાને સ્વભાવ રાખવાથી હરિચંદ શેઠ સારી ગતિએ પેાડાંચ્ચા હતા.
ચદ્રનગરમાં હરિચંદ નામે એક શ્રાવક હતા, તેની સ્થિતિ નબળી હતી, પણ તે ધારેલા કામને પાર પડતા હતા, નબળી સ્થિતિને લઇને તે હમેશાં ચિંતાતુર રહેતા હતા. મારા ઘરને નિવૃત કેવી રીતે ચાલશે ? હું મારા કુટુંબનું પોષણ શી રીતે ક રી શકીશ ? મારા વેહેવાર કેવી રીતે ચાલશે ને મારી આબરૂ શી રીતે રહેશે ? આવી ચિતામાં તેનુ શરીર શ્રેષાઈ જતું હતું,