________________
(૧૭) વર્ષની હતી. મંછારામનું કુટુંબ શ્રાવક ધર્મને લઈને શ્રાવને બધા આચારને જાણનાર અને પાળનાર હતું, અને પ્રેમનું કુટુંબ માત્ર નામથી જ શ્રાવક હતું. તેના ઘરમાં મિથ્યાત્વીના બધા આચાર . ચાલતા હતા. ચંદના અને રામજીને વિવાહ થયે ચંદના જ્યારે સાસરે આવી, ત્યારે તે શ્રાવકની દીકરીએ પોતાના સાસરાના ઘરમાં બધા મિથ્યાવીના રીવાજ જોયા. જે દિવસે ચંદન પ્રેમજીને ઘેર આવી, તે જ દિવસે ચંદનાને તેની સાસુએ જમવા બોલાવી. તે વખત રાત્રિને હિતે. એટલે ચંદનાએ કહ્યું કે, હું રાત્રે જમતી નથી. તમે શ્રાવક થઈને રાત્રે કેમ જમે છે? તેની સાસુ નઠારા સ્વભાવની હતી. તેણે ચંદનાને કહ્યું કે, તારે અમારે ઘેર રાત્રે જમવું પડશે. નહીંતે તું તારે પિયર ચાલી જા. એમ કહી તેણએ ચંદનાને કેટલીએક ગાળો આપી. રામજી હજી છોકરો હતો. પિતાની માના કહેવાથી તેણે ચંદનાને ઘણે માર માર્યો. ચંદના રેતી રેતી પિતાના પિતાને ઘેર ગઈ, અને તે બધી વાત પિતાને બાપ મંછારામને - કહી સંભળાવી. મંછારામ પ્રેમજીને ઠપકે આપવા ગયા. ત્યાં પ્રેમ
જીએ તેની સાથે મારામારી કરી, અને માટે વિરોધ થયે. આખરે ચંદના બાપને ઘેરજે. રહી, અને મંછારામ અને પ્રેમની વચ્ચે ઘણાં વર્ષ સુધી કજીયા ચાલ્યા કર્યા. '
* *** * *
સારબોધ,
જેમનાં કુળ, સ્વભાવ અને આચાર સરખાં ન હોય. તેવાએની સાથે વિવાહ સંબંધ કરવાથી મંછારામ અને પ્રેમની જેમ મેટે ટટે થાય છે, અને તેવા કુળમાં દીકરી આપવાથી તે દીકરી ચંદનાની જેમ દુઃખી થાય છે.