________________
જોઈએ, તે મને બરાબર સમજાવ. વિઠ્ઠલ બોલ્ય, મોહન પહેલાં જ્યારે દર્શન કરવાની ધારણાથી ઘરની બહાર નીકળીએ, ત્યારે મનમાં સારી ભાવના ભાવવી, અને ઘણું હોંશ લાવવી. જ્યારે રે દેરાસરની ધજા કે બાર જોવામાં આવે, ત્યારે આપણા મનના સારા પરિણામ કરવા, દેરાસરમાં પેસતી વખતે આપણી પાસે, કેઈ જાતની સચિત્ત વસ્તુ છે કે નહિ, તેની તપાસ કરવી તે વખતે આપણું મોઢામાં પાન સોપારી કે કાંઈ પણ રાખવું નહિ પણ પ્રભુની સામે ઉભા રહી બે હાથ મસ્તક ઉપર જોડી તેમને વંદના કરવી. વંદના કર્યા પછી પ્રભુનાં સ્તવન ગાવાં, અને મનમાં પ્રેમ લાવીને પ્રભુજીનું બિંબ ઘણી વાર સુધી નીરખવું. પછી ત્રણ પ્રદક્ષિણા કરી બીજી જિનપ્રતિમાજીનાં ભાવથી દર્શન કરવાં. દ. શન કરતી વખતે ઘરના, પાઠશાળાના કે કઈ રમત ગમતના વિ. ' ચારે મનમાં લાવવા નહિ. ભાઈ મોહન ! આવી રીતે દર્શન કરવાથી આપણને દર્શનને પૂરો લાભ મળે છે. ઉતાવળથી વેઠ કાઢવાની જેમ દર્શન કરવાથી કાંઈ પણ લાભ મળતું નથી.
મેહન બેલ્ય–ભાઈ વિઠ્ઠલ ! હવે હું તારું કહેવું બરાબર સમજી ગયે. મને તે આવી કાંઈ ખબરજ ન હતી. આજ સુધી હું ઊતાવળથીજ દર્શનનું કામ પતાવી દેતે હતે. ભાઈ વિઠ્ઠલ!.. તે મને આવી સારી સૂચના આપી, તેને માટે હું તારે ઉપકાર માનું છું. ચાલ, તારી સાથે ફરીથી દર્શન કરવા આવું. પછી મેહન ) વિઠ્ઠલ સાથે ફરી વાર દેરાસરમાં દર્શન કરવા આવ્યે, અને વિઠ્ઠલ . પાસેથી દર્શન કરવાની બધી રીત તેણે નજરે જોઈ લીધી, પછી તે હમેશાં વિધિ પ્રમાણે દર્શન કરવા લાગે
" ' નામ = "