________________
કરિ તું ચિંતા શુદ્ધ થઈ પછી કામ લે દાતણુતણું, સાધર્મિબંધુ સાંભળો દિનકૃત્ય તે શ્રાવક તણું. ૨ સારા સમારી કેશને નહાવણ કરે નિર્મળ જળે, સુંદર લલાટે તિલક કરતાં દેવપૂજામાં વળે; ગુરૂ વંદનાને આચરે નવ દોષ આવે ત્યાં આણુ, સાધર્મિ બંધુ સાંભળે દિનકૃત્ય તે શ્રાવક તણું, ૩
સ્વાધ્યાય સામાયિક કરી નિર્દોષ જનને કરે, શ્રી દેવગુરૂને જ્ઞાનની આશાતના સા પપરિહરે, ધન દેવનું સંભાળવા રાખે નહિ કાયર પણું. સાધર્મિ બધું સાંભળે નિકૃત્ય તે શ્રાવક તણું. નીતિથકી ઉદ્યોગ કરિ નિર્વાહ ઘરને આચરે, "સાધર્મિને સાધુ અતિથી સર્વને આદર કરે; ૌ સાથ ઉચિતાચારથી ચાલી વધારે યશ ઘણું, સાધર્મિ બંધું સાંભળો દિનકૃત્ય તે શ્રાવક તણું. ૫ સાંઝે પડિક્કમણું કરી અવસર વિચાર આપથી, થઈ શુદ્ધ શય્યામાં સુવે જાગે નહિ પરિતાપથી; આવું કરી દિનકૃત્ય શ્રાવક પુણ્ય બાંધે ચોગણું સાધર્મિ બંધુ સાંભળે દિનકૃત્ય તે શ્રાવક તાણું છે
* * ૧ ઝાડે જવું. ૨ સુધારી. ૩ સઝાય. ૪ દોષ વગરનું. ૫ છોડી દે. ૬ આજીવિકા છે સરખા ધર્મવાળા ભાઈઓને, ૮ સર્વની સાથે યોગ્ય આચારથી ચાલીને. ૮ કીર્તિ ૧૦ ચિંતાથી,