________________
ન્યાયચંદ–ત્યારે જે હું પુછું, તે બધું બરાબર સમજાવીશ? હીરજી–હા, ભાઈ ! જે તારે પુછવું હોય તે ખુરીથી પુછે. ન્યાયચંદ—મોક્ષ એટલે શું ?
હીરજી—આ દુનિઆમાં સારા નરસાં કર્મમાંથી છુટી જીવ પિતાના શુદ્ધ સ્વરૂપને પામી કર્મથી છુટ થાય, તે મોક્ષ કહે
વાય છે. •
ન્યાયચંદ—મોક્ષનું સ્વરૂપ સમજવાને કઈરીત છે કે નહિ ?
હીરજી–હા, તેનાં નવાર કહેવાય છે, તે નવારથી મોક્ષનું સ્વરૂપ સમજાય છે.
ચાયચંદ–તે દ્વાર કેવી રીતનાં છે તે કહે?
હીરજી–જેમાં છતાં પદની પ્રરૂપણ હોય, એટલે મોક્ષ એ એક પદ છે, અને વાચક છે જે એક પદ વાચક હોય, તેને વાચ્ય અવશ્ય લેવો જોઈએ એમ સાબીત કરે, તે સત્ય પ્રરૂપણ નામે પહેલું દ્વાર છે? મોક્ષના જીવ કેટલા છે? તેને વિચાર કરે તે બીજું દ્રવ્ય પ્રમાણુ કાર છે. મોક્ષના જીવને રહેવાનું ક્ષેત્ર કેટલું છે ? તેને વિચાર કરવો, તે ત્રીજું ક્ષેત્ર દ્વાર છે. મેક્ષના જીવ કેટલા આકાશના ભાગને ફરશે?. એ વિચાર કરે, તે ચોથું સપર્શના દ્વાર છે. મેક્ષના જીવને કાળ આદિ અને અનંત છે, અને અનેક સિદ્ધ આસરી અનાદી અનંત છે, એક સિદ્ધ આર્સરી, એવા વિચારને વાંચમુ કાળ દ્વાર કહે છે. મેક્ષના જેની વચ્ચે અંતર નથી, એમ વિચારવું,