________________
પાપા કે નઠારે કહે, તે ઠીક ન કહેવાય; તેમ કહેવાથી પણ પાપ લાગે છે. - જગુ–બાપા ! આપણે પાપ કરીએ, તેનું શું શું નઠારું ફળ મળે, તે મને સમજાવશે ?
બાપા–હ સાંભળ. કરેલું પાપ ખાસ પ્રકારે ગવાય છે. તેમાં જે મુખ્ય બાબત છે. તે ધ્યાન આપી સાંભળજે, જે પાપ કર્યું હોય, તે બુદ્ધિ ઓછી થાય છે, અને તેથી વિદ્યા ચડતી નથી. તેને જ્ઞાનમાં અંતરાય, એટલે અડચણ આવે છે. કઈ માણસ તેને કેઈ જાતની મદદ આપતું નથી, તેના ઘરમાં પૈસે હોય, તે છતાં તે કોઈને આપી શકતા નથી, તેનાથી કઈ જાતનાં સુખ મેળવાતાં નથી, તેને જોઈતી ચીજ મળતી નથી, તેનામાં શક્તિ છતાં તેને તે સારો ઉપયોગ કરી શકો નથી, તેને ઉંઘ તથા સુસ્તિ બહુ રહે છે, તેને જન્મ હલકા કુળમાં થાય છે, સર્વને તે અળખામણું લાગે છે, તે નરકમાં પડે છે, તેના શરીરમાં અનેક જાતના રોગ થાય છે, અને તેનું શારીર નબળું રહે છે–પાપી માણસની આવી અવસ્થા થાય છે; એ વાત ધ્યાનમાં રાખી તે કઈ દિવસ પાપનું એક પણ કામ કરીશમાં, અને બીજાને પાપનું કામ કરવા બધીશમાં.
જગુ–બાપા! તમે કહ્યું, તે મારા મનમાં ઉતર્યું છે, .. હવેથી કદિ પણ પાપ કરીશ નહિ, તેમજ કેઈની પાસે કરાવીશ નહિ, તેમજ જે પાપ કરતા હોય, તેને ટેકે આપીશ હિ, પણ તે પાપ કરતાં અટકે એવું કરીશ.