________________
કરાએ તે કેવી રીતે મર્યાદા રાખવી ? " માસ્તર તે તમને હું હવે પછી સમજાવીશ. . . . . .
છેકરાઓ–બહુ સારું માસ્તર સાહેબ ! હવે અમે તેવાં પાપ બનતાં સુધી કઈ રીતે નહીં કરીએ, અને બહુ વિચારીને દરેક કામમાં વર્તશું, કે જેથી અઢાર જાતનાં પાપ અને લાગે નહીં.
પછી બધા છોકરાઓ એવી રીતે વર્તવા લાગ્યા કે, કોઈ છોકરે તે નઠારા વર્ગમાં આવ્યું જ નહીં, અને છેવટે માસ્તરે નઠારા છોકરાના વર્ગને તદન કાઢી નાખે. વાહ વાહ !! એ કેવા ડાહ્યા છોકરા !! ; .
.
સારધ. છોકરાએ હમેશાં સારા થવું. અઢાર પ્રકાર પાપ થાય છે, તે વાત ધ્યાનમાં રાખી કદિ પણ પાપી થવું નહીં. પાપી થવાથી નઠારા કરાના વર્ગમાં ગણુઈએ છીએ.
આ
: : -
સારાંશ પ્રા.
૧ રામનગરની પાઠશાળામાં કેટલા વર્ગ પાડયા હતા ?
અને તે પાડવાને હેતુ શું હતું? ૨ પાપ કેટલી રીતે બંધાય? તે કહે