________________
પરિગ્રહ રાખે નહિ, એવા પંચમહાવૃત્તધારી હોય, એ સાચા ગુરૂ કહેવાય છે. એમનું શરણ લેવું જોઈએ.
અનુપચંદ–તમે કહ્યા એવા ગુરૂ મને કેઈજ મળ્યા : નથી, તેથી હું આજ સુધી વહેમમાં ભરમાયે, પણ હવે એવા ગુરૂને શરણે જઈ ધર્મ આદરું, કે જેથી મારું કલ્યાણ થાય,
ગુણચંદ–તેવા ગુરૂ આપણા જૈન મુનિઓ હોય છે.
પછી અનુપચંદ એવા જૈન મુનિને શરણે ગયે, અને તે ગુરૂની ભક્તિથી ધર્મ પામીને સુખી થે.
સારધ. અનુપચંદની જેમ વહેમી ન થવું, વહેમી થવાથી ખરા ગુરૂ મળતા નથી, અને ગુણચંદના જેવા સારા શ્રાવકને સંગ રાખો, કે જેથી સાચા ગુરૂ સમજની પડે?
સારાંશ પ્રા. ૧, અનુપચંદ કે શ્રાવક હતો? ૨ અનુપચંદ શું કરતો હતો ? ૩ સાચા ગુરૂને શી રીતે ઓળખવા ? ૪ સાચા ગુરૂ કેણ છે ?