________________
લાભ એ થાય છે, એટલે સામાયિક કરવાથી ઘણા લાભ મેળવી શકાય છે.
વાલબાઈ–સામાયિક કરતી વખતે કેવી રીતે વર્તવું જોઈએ ?
શિવકુંવર–જેટલે વખત સામાયિક લીધું હોય, તેટલો વખત ઘરના કે બીજા વહેવારના વિચાર મનમાં આવવા ન જોઈએ. તેટલી વાર તે પિતે વહેવાર નથી, પણ સાધુતામાં છીએ, એમ માનવું જોઈએ. એમ કરવાથી સામાયિકના બધા લાભ મળે છે.
વાલબાઈ–વહાલી બહેન! હું હવે સામાયિકની મતલબ બરાબર સમજી. આવતી કાલથી સામાયિકની વિધિ શીખવા માંડીશ, અને તારી સાથે હમેશાં સામાયિક કરવા ઉપાશ્રયે. આવીશ..
સારબંધ, - દરેક શ્રાવક શ્રાવિકાએ દરરોજ સામાયિંક કરવું, અને વાલબાઈની જેમ સામાયિકને હેતુ સમજીને તે બરાબર કરવું જોઈએ.'
સારાંશ પ્રા. * ૧ શિવકુંવરે સામાયિકને નહિ જાણનાર શ્રાવિકા માટે શું
કહ્યું હતું? ' ' '