________________
ભારતીય જૈન શમણુસંસ્કૃતિ અને લેખનકળા હેય છે તે તે અર્થને સૂચવનાર પદો પહેલાં આવી ગએલાં જ હેય છે, એટલે જે તા શબ્દથી જે અર્થ લેવાને હેય એ બંને પદો ઉપર ગમે તે પ્રકારનું એકસરખું ચિહ કરવામાં આવે છે, જેથી વસ્તુ સ્ત્ર સ્પષ્ટ થતાં નકામાં ટિપણે કરવાને શ્રમ બચી જાય છે.
આ સિવાય દાર્શનિક ગ્રંથમાં ત્યાં અમુક વિષયને લક્ષીને લાંબા સંબંધે ચાલુ હેય, એકબીજા દર્શનકારના પક્ષો ઉપર કે જુદાજુદા વિકલ્પો ઉપર ચર્ચા ચાલતી હોય ત્યાં એવાં સંકેતચિહ્નો કરવામાં આવે છે, જેથી તે તે વિષયની ચર્ચા ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં વિરમે છે એ સમજી શકાય.
ઉપર અમે ટૂંકમાં અનેક જાતનાં ચિહ્નોનો પરિચય આપ્યો છે. એ ચિઠ્ઠો પૈકીનાં કેટલાંયે ચિલો અગિયારમી સદીમાં લખાએલાં પ્રાચીન તાડપત્રીય પુસ્તકોમાં મળે છે, અને કેટલાંક પ્રાચીન શિલાલેખ અને તામ્રપત્રમાં પણ મળે છે. છેવટે, આમાં આપેલાં ચિહ્નો પૈકીનું એવું એક પણ ચિહ્ન નથી જે વિમના સાળા સૈકા પહેલાનું ન હોય. આ બધાં ચિહ્નો પૈકીનાં ઘણાંખરાં ચિહોને ઉપયોગ
ખ્યાલમાં આવી શકે અને એનું મહત્ત્વ સમજાય એ માટે અમે લીંબડીના જૈન જ્ઞાનબ્રડારમાંના પ્રમાણપરીક્ષા ગ્રંથની પ્રતિના એક પાનાનું પ્રતિબિંબ ફેંટો) આપીએ છીએ (જુઓ ચિત્ર નં. ૧૮).
એ પ્રતિ સર્વોત્કૃષ્ટ અને પાંડિત્યપૂર્ણ સંશોધનકળાના આદર્શ નમૂન એપ છે. અત્યારના કેટલાક વિદ્વાન જૈન સાધુઓ પિતાના સંશોધનકાર્યમાં ઉપરોક્ત ચિહોને આજે પણ ઉપયોગ કરે છે.
જૈન લેખનકળા, સંશોધનકળા અને તેનાં પ્રાચીન અર્વાચીન સાધન, ચિહ્ન, સંક્ત વગેરેને લગતે જેટલે આપી શકાય તેટલો વિશદ પરિચય આપ્યા પછી પ્રસંગવશાત તેની સાથે સંબંધ ધરાવતા (૧) જૈન જ્ઞાનભંડારો અને પુસ્તલેખન તથા (૨) જૈન પુસ્તક અને જ્ઞાનભંડારનું સંરક્ષણ, એ બે મુદ્દાઓ વિષે કાંઈક લખવાની અમારી ઇચ્છાને અમે રોકી શકતા નથી.
જેન જ્ઞાનભંડારો અને પુસ્તકલેખન પ્રારંભમાં અમે જણાવી ગયા છીએ કે સ્થવિર આર્ય દેવગિણિ ક્ષમાશ્રમણે સંઘસમવાય એકત્ર કરી સર્વસમ્મતરીતે શાસ્ત્રલેખન આરંભ કર્યો હતે. એ શાસ્ત્રલેખન પ્રસંગે પુસ્તકલેખનને અંગે શી શી વ્યવસ્થાઓ હશે, કઈ કઈ જતનાં પુસ્તક લખાયાં હશે, કેટલા લખાયા હશે, એ પુસ્તકના લેખકે કેણ હશે, પુસ્તકે શાના ઉપર લખાયાં હશે, શાથી લખાયાં હશે, પુસ્તક માટેના ઉપકરણો– જુદીજુદી જાતનાં સાધને કેવાં હશે, ખવાઈ ગએલાં પુસ્તકે કેમ સાધવામાં આવતા હશે, પુસ્તકસંશોધનની પદ્ધતિ, સંકેત અને તેનાં સાધને કેવા પ્રકારનાં હશે, પુસ્તકોના અંતમાં પુસ્તક લખાવનારની પ્રશસ્તિ, પુપિકા વગેરે કેવી રીતે લખાતાં હશે, પુસ્તકસંગ્રહની અભિવૃદ્ધિ અને તેની રક્ષા માટે કેવા ઉપાય જવામાં આવ્યા હશે, જ્ઞાનભંડારને કેવા સ્થાનમાં અને કેવી રીતે રાખતા હશે, એ જ્ઞાનભંડારોની ટીપ વગેરે જેવા પ્રકારની કરવામાં આવતી હશે, ઈત્યાદિ હકીક્ત જાણવા માટે તે જમાનામાં લખાએલા જ્ઞાનસંગ્રહે કે તેમને એક પણ અવશેષ આજે આપણી સામે નથી; તેમ છતાં તે જમાનાના પ્રભાવશાળી સમર્થ જૈન સ્થવિર ભિક્ષુએ, તે જમાનાને સમર્થ ભિક્ષપાસક જૈન શ્રીસંઘ, સમર્થ