________________
ભારતીય જેને શમણુસંસ્કૃતિ અને લેખનકળા
પ્રસ્તુત ઉલ્લેખમાંથી આપણને લેખનકળા સાથે સંબંધ ધરાવતાં સાધને પણ પત્ર, કંબિકા-કાંબી, દે, ગ્રંથિ-ગાંઠ, લિપ્યાસન-ખડીઓ, છંદણ-છાંદણ-ખડીઆનું ઢાંકણું, સાંકળ, મણી– શાહી અને લેખણ એટલાં સાધનેનો ઉલ્લેખ મળી રહે છે. આ સાધનોમાં ચાર પ્રકારનાં સાધનોને સમાવેશ થાય છેઃ ૧ જે રૂપમાં ગ્રંથો લખાતા, ૨ જે સાધનોથી લખાતા, ૩ લખવા માટે જે સાધનનો–શાહીને ઉપયોગ કરાત અને ૪ તૈયાર ગ્રંથને જે રીતે બાંધીને રાખવામાં આવતા.
( પત્ર જેના ઉપર પુસ્તક લખાતાં એ સાધનને “પત્ર” તરીકે ઓળખવામાં આવે છે. આ “પત્ર' શબ્દથી અને આગળ ઉપર પુસ્તકને બાધવા માટેનાં જે સાધનને ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ના સમજી શકાય છે કે પુસ્તકે મુખ્યતાએ છૂટાં પાનાં– પેજ લખાતા હતાં.
કેબિકા તાડપત્રીય લિખિત પુસ્તકના રક્ષણ માટે તેની ઉપર અને નીચે લાકડાની ચીપ–પાટી રાખવામાં આવતી તેનું નામ “કંબિકા' છે. જોકે આજકાલ તો “કંબિકા' શબ્દથી મુખ્યપણે એક ઈંચ પહોળી અને લગભગ એક સવા ફૂટ જેટલી લાંબી વાંસની, લાકડાની, હાથીદાંતની, અકીકની અગર ગમે તે વસ્તુની બનેલી પાતળી ચપટી ચીપ,–જેનો ઉપયોગ, અમે આગળ જણાવીશું તેમ, લીટીઓ દોરવા માટે (જુઓ ચિત્ર નં. ૨ માં આકૃતિ નં. ૨), પાનાને હાથને પરસેવે ન લાગે તે માટે (જુઓ ચિત્ર ન ૨ મા આકૃતિ નં. ૩-૪) અથવા કાગળ કાપવા માટે (જુઓ ચિત્ર નં. ૨ મા આકૃતિ ન. ૧) કરવામા આવે છે, –ને ઓળખવામાં આવે છે, તેમ છતાં આચાર્ય ભલયગિરિએ ટીકામા “ કૃ તિ માવઃ અર્થાત બે કંબિકા એટલે બે પૂંઠાં અથાત પુસ્તકની બે પડે એટલે કે ઉપર નીચે મુકાતી લાકડાની બે પાટીઓ કે પાઠાં અથવા પૂંઠાં’ એમ દ્વિવચનથી જણાવ્યું છે એટલે આ ઠેકાણે “કંબિકા' શબ્દનો અર્થ પુસ્તકના રક્ષણ માટે તેના ઉપર નીચે રખાતી પાટીઓ જ કરે જોઈએ. આ પાટીઓને ઉપયોગ તેના ઉપર પાનાં રાખી પુસ્તક વાચવા માટે પણ થઈ શકે છે.
તાડપત્રીય પુસ્તકે સ્વાભાવિક રીતે પહોળાઈમાં સાકડાં અને લંબાઈમાં વધારે પ્રમાણના હેઈ તેમજ તેનાં પાનામાં કાગળની જેમ એકબીજાને વળગી રહેવાને ગુણ ન હોવાથી તેનાં પાના ખસી પડી વારવાર સેળભેળ કે અસ્તવ્યસ્ત થઈ ન જાય અને પઠન પાઠનમાં વ્યાઘાત ન પડે એ માટે પુસ્તકની લંબાઈના પ્રમાણમાં પાનાની વચમાં એક અગર બે કાણાં પાડી તેમાં કાયમને માટે લાંબો દોરો પરોવી રાખવામાં આવતો (જુઓ ચિત્ર નં. ૪). આ રિવાજ કાગળ ઉપર લખાતાં પુસ્તકો માટે શરૂશરૂમાં ચાલુ રહેવા છતાં, એનાં પાના પહેલાં હાઈ તાડપત્રીય પુસ્તકોની જેમ એકાએક તેના મસી પડવાનો કે સેળભેળ થઈ જવાનો સંભવ નહિ હોવાથી તાજેતરમાં જ લુપ્ત થઈ ગયો છે; તોપણ એ દોરો પરોવવાના રિવાજની યાદગીરી તરીકે કાગળ ઉપર લખાએલા ઘણાંખરા પુસ્તમા લહિયાઓ આજસુધી પાનાની વચમાં n o આવા સાદા ચેરસ કે ગોળ આકારની અથવા ચિત્રવિચિત્ર આકારની