________________
ભારતીય જન શમણુસંસ્કૃતિ અને લેખનકળા
૧૭ ગણિ સમાહરણ અને પુરત કલેખન સ્થિવિર આર્ય દેવહિંગણિએ સંસમવાય કરી પુસ્તક લેખનની શરૂઆત કરી’ એ વાત સર્વત્ર પ્રસિદ્ધ હોવા છતાં તે પહેલાં જૈન આગમો લખાયાં હતાં કે નહિ એ જાણવું જરૂરી છે. આચાર્ય શ્રી હેમચંદ્ર શાણિની સ્વપજ્ઞ ટીકામાં જણાવ્યું છે કે વિરાવવી જ ગુમાવટ સરિઝમાયજિરિ મા માશકિનાનુન-નિવાર્યકતિમઃ પુરૂ ચત અર્થાત દુધમાકાળના પ્રભાવથી જિનવચનને નાશ પામતું જોઈ ભગવાન નાગાર્જુન, કંદિલાચાર્ય વગેરેએ પુસ્તકમાં લખ્યું. આ ઉપરથી એમ લાગે છે કે શ્રીમાન દેવહિંગણિ ક્ષમાશ્રમણ પહેલાં પણ જૈન આગમો પુસ્તક રૂપે લખાયાં હતા; તેમ છતાં જૈન આગમને પુસ્તકાઢ કરનાર તરીકે શ્રીમાન દેવગિણિ ક્ષમાશ્રમણનું નામ મશહૂર છે તેનું મુખ્ય કારણ અમને એ જણાય છે કે માથુરી અને વાલ્લભી વાચનાના સૂત્રધાર બે સ્થવિર – આર્યસ્કંદિલ અને આર્યનાગાર્જુન વૃદ્ધાવસ્થાદિ કારણોને લઈ પરસ્પર નહિ મળી શકવાને લીધે તેમની વાચનાઓમાં જે મહત્ત્વના પાઠભેદે રહ્યા હશે એ બધાનું, તે તે વાચનાના અનુયાયી સ્થવિરેને એકત્ર કરી સર્વમાન્ય રીતે પ્રામાણિક સંશોધન અને વ્યવસ્થા કરવાપૂર્વક તેમણે જૈન આગમને પુસ્તક પે લખાવ્યાં હશે, એ હેવું જોઈએ. બીજું કારણ સંભવતઃ એ હેવું જોઈએ કે દેવદ્ધિગણિના પુસ્તકલેખન પહેલાનું પુસ્તકલેખન સર્વમાન્ય અને સાર્વત્રિક નહિ થઈ શક્યું હોય, તેમજ આગમ સિવાયનાં બીજાં શાસ્ત્રોના લેખન તરફ લક્ષ્ય નહિ અપાયું હોય, જેના તરફ પણ શ્રીમાન દેવહિંગણિએ ખાસ ધ્યાન આપ્યું હશે. તેમ છતાં અમે ઉપર જણાવ્યું તેમ તેઓની પ્રસિદ્ધિ તે “પુર ગાન ઢિરિમો' એ વચનાનુસાર આગમલેખન માટે જ છે.
મનુયોજERપૂર૧માં પત્ર-પુસ્તક રૂપે લખેલ મુતને દ્રવ્યવૃત તરીકે ઓળખાવ્યું છે. એ જોતાં સહેજે એમ લાગે ખરું કે સ્થવિર આર્યરતિના જમાનામાં પણ આગ પુસ્તકરૂપે લખાતા હશે. પરંતુ અમને લાગે છે કે–એ ઉપલક્ષણ અને સંભવ માત્ર જ હોવું જોઈએ, સિવાય સ્થવિર આર્યરક્ષિતના જમાનામાં જૈન આગમ પુસ્તક રૂપે લખાવાને સંભવ અમને લાગતું નથી.
જૈન લેખનકળાનાં પ્રાચીન સાધનો જેને સંસ્કૃતિએ લેખનકળાને ક્યારે અને કેમ સ્વીકારી, એ જણાવ્યા પછી પુસ્તકલેખનના આરંભ સમયે તેણે કઈ લિપિને સ્થાન આપ્યું હશે, શાના ઉપર પુસ્તકો લખ્યાં હશે, પુસ્તકો લખવા માટે કઈ જાતની અને ક્યા રંગની શાહી પસંદ કરવામાં આવી હશે, શા વડે પુસ્તક લખ્યાં હશે, એ પુસ્તકને કેવી રીતે રાખવામાં આવતાં હશે, એના બચાવનાં સાધને કયાં કયાં હશે, ઇત્યાદિ અનેક જિજ્ઞાસાઓને પૂરે તેવી વ્યવસ્થિત નોંધ આપણને એકીસાથે કોઈપણ સ્થળેથી મળી શકે તેમ નથી; તે પણ જૈન સત્ર, ભાષ્ય, ચૂર્ણ આદિ જેવા પ્રાચીન ગ્રંથોમાં પ્રસંગવશાત જે
२१ 'से किंतं जाणयसरीर-भवियसरीरवहरितं दब्वमुय? पत्तयपोत्थयलिहिय।' पत्र ३४-१।