________________
પ્રાકકથન
ના સ્તુત “જેન ચિત્રકળા' વિષયક પુસ્તકમાં જૈન લેખનકળાને લગતા વિસ્તૃત નિબંધ જોઈ
સોઇને એમ લાગ્યા સિવાય નહિ જ રહે કે આવા ચિત્રકળા’ વિષયક ગ્રંથમાં લેખનકળા વિષે આવડું વિસ્તૃત લખાણ શામાટે હેવું જોઈએ? આ પ્રશ્નના ઉત્તરમાં અમે ટૂંકમાં એટલું જ કહીશું કે પ્રસ્તુત જન ચિત્રકળા વિષયક પુસ્તકમાં આપેલાં ચિત્રો મુખ્યત્વે કરીને હસ્તલિખિત પુસ્તકમાં આવતાં જ ચિત્રો છે. એ ચિત્રોની ચિત્રકળાનો વિકાસ જૈન લેખનકળાના વિકાસ સાથે સંકળાએલો હેઈ “જેન ચિત્રકળા' વિષયક આ પુસ્તકમાં “જેને લેખનકળા’ વિષયક વિસ્તૃત નિબંધને સ્થાન આપવામાં આવ્યું છે.
જન લેખનકળા વિપક અમારા આ નિબંધમાં અમે જૈન લેખનકળાનો અને તે સાથે સંબંધ ધરાવતાં દરેક અંગેને જેટલું બને તેટલો ટૂંક છતાં વિશદ પરિચય આપ્યો છે. એ પરિચય આપવામાં અમે મુખ્યતયા જેને ધમનુયાયી શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાય પૈકી શ્વેતાંબર સંપ્રદાયના જ્ઞાનભંડારોનાં વિસ્તૃત અવલોકન અને અભ્યાસને જ ધ્યાનમાં રાખ્યાં છે. શ્વેતાંબર સંપ્રદાય મૂર્તિપૂજક અને સ્થાનકવાસી એમ બે વિભાગમાં વહેંચાએલો હોવા છતા અમારો આ લેખ અમે
તાબર મૂર્તિપૂજક સંપ્રદાયના જ્ઞાનભંડારને લક્ષમાં રાખીને જ લખેલો છે કારણકે સ્થાનકવાસી સંપ્રદાય અતિ અર્વાચીન ઈ તેમજ ફક્ત જેન બત્રીસ આગમ મૂળમાત્રને જ માનનો હોઈ તેમના અર્વાચીન જ્ઞાનભંડારોમાં ભારતીય સાહિત્યની દષ્ટિએ કે લેખનકળાની દૃષ્ટિએ તાબર મૂર્તિપૂજક સંપ્રદાયના જ્ઞાનભંડારોના જેવો ખાસ કશો યે પ્રાચીન વારસ નથી, તેમ નથી એ જ્ઞાનભંડારોમાં ખાસ નોધવા લાયક કશી વિશેષતા. એ જ કારણથી અમે અમારા આ નિબંધમાં કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, રાજપૂતાના, પંજાબ આદિ દેશોમાંના વિદ્યમાન સ્થાનકવાસી સંપ્રદાયના જ્ઞાનભંડારને ઉલ્લેખ કર્યો નથી.
પ્રસ્તુત નિબંધમાં જોકે અમે દિગંબર સંપ્રદાયના જ્ઞાનભંડારોને લક્ષીને જૈન લેખનકળા વિષે ખાસ કશું કહેવા પ્રયત્ન સેવ્યો નથી, તેમ છતાં પ્રસંગે પાત દિગંબર સંપ્રદાયના જ્ઞાનભંડારોના સંબંધમાં અમારે અહીં સંક્ષેપમાં માત્ર એટલું જ કહેવાનું છે કે દિગબર સંપ્રદાયના જ્ઞાન ભંડાર મુખ્યતયા મુબાઈ, ઈડર, નાગોર, જયપુર, સહરાનપુર, આરા તેમજ દક્ષિણ હિંદુસ્તાનમાં ઘણે ઠેકાણે છે. આ ભંડારોને દૂર બેઠા જે પરિચય મળ્યો છે એ ઉપરથી તેમાની એક વસ્તુ આપણને સહેજે ખટકે તેવી છે. એ જ્ઞાનભંડારેના સંગ્રહમાં નાબર સંપ્રદાયના જ્ઞાનભંડારની જેમ સાંપ્રદાયિક્તાને કિનારે ન મૂક્તા તેને આગળ જ ધરવામા આવી છે. કન્વેતાંબર જૈનાચાર્યોએ તેમજ તેમના અનુયાયી વર્ગ સાહિત્યના સર્જનમાં તેમજ તેના સંગ્રહણમાં સાપ્રદાયિકતાને સદંતર એક બાજુએ રાખી છે,
જ્યારે દિગબર જૈનાચાર્યોએ અને તેમના અનુયાયી વર્ગે સાંપ્રદાયિક્તાને મોખરે રાખી છે. શ્વેતાંબર જૈનાચાર્યોએ સાહિત્યના સર્જનમાં દિગંબર સંપ્રદાયના તેમજ જૈનેતર સંપ્રદાયના સંખ્યાબંધ ગ્રંથને