________________
ચિત્રવિવરણ
૨૦૭ પ્રાચીન સમયમાં સાધુઓને ચાલુ ઉતારે સુંદર બગીચાઓમાંજ આપવામાં આવતું હતો. આ ચિત્રમાં પણ પાછળનાં ભાગમાં સુંદર વિવિધ જાતની ઝાડી, પક્ષીઓ, ઝાડ પર ચઢતો વાંદરો, વગેરે બતાવવામાં ચિત્રકારની કલમ એટલી બધી ભાવદર્શન કરાવનારી લાગે છે કે આ ચિત્ર જોતાં જ જાણે આપણે ચિત્રકારના જમાનાના બગીચામાં વિહરી રહ્યા ન હઈએ એવી ભ્રમણા એક ક્ષણ વાર તે આપણને થાય છે.
Plate LXXXIX ચિત્ર ૫૮ શ્રી મહાવીર પ્રભુનું સમવસરણ. ચિત્રની મધ્યમાં અશોક વૃક્ષ ચીતરેલું છે. અશોકવૃક્ષની નીચે ચારે દિશામાં પ્રભુ મહાવીર બિરાજમાન થએલાં છે. મહાવીરની મૂર્તિની નીચે તેમના લાંછન તરીકે ચારે દિશાના પબાસનમાં સિહ ચીતરેલા છે. સમવસરણના ત્રણ ગઢ છે, તેમાં પહેલા ગઢમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ચીતરેલાં છે. બીજા ગઢમાં સિંહ, હાથી, ઘોડા, કુતરા, ગાય, સર્પ વગેરે પશુઓ તથા ત્રીજા ગઢમાં બેસવાનાં વાહનો, સુખપાલ વગેરે પણ ચીતરેલાં છે. ચિત્રના ઉપરના ભાગમાં દેવો જુદી જુદી જાતનાં જાનવરોનાં વાહન ઉપર બેસીને સમવસરણ તરફ આવતા દેખાય છે. જમણી બાજુથી એક દેવ વિચિત્ર પ્રકારના (Dragon) જાનવર પર સ્વાર થઈને આવત દેખાય છે, આવું જાનવર ભારતના પ્રાચીન ચિત્રમાં કોઈપણ દેકાણે દેખવામાં આવતું નથી. ડાબી બાજુથી એરાવત હાથી પર બેસીને ઈદ્ર આવત દેખાય છે. અત્રે ચિત્રમાં ઐરાવત હાથીની સાત સુંઢના બદલે ચાર સં ચિત્રકારે ચીતરેલી છે. બીજ દેવ પણ આવતા દેખાય છે. ચિત્રના નીચેના ભાગમાં જમણી બાજુ તરફથી સુખાસન-પાલખીમાં બેસીને ભદ્રામાતા પ્રભુ મહાવીર તથા પુત્ર શાલિમુનિને વંદન કરવા આવતા દેખાય છે, અને ડાબી બાજુ તરફથી મહારાજા શ્રેણિક ઘોડા ઉપર સ્વાર થઇને સમવસરણ તરફ આવતા દેખાય છે. તેમની આગળ નેકી પકારાતી તથા પાછળ ચમ્મર વીંઝાની દેખાય છે. પ્રાચીન ચિત્રોમાં આવી જાતનું વિસ્તૃત વસ્તુનિર્દેશ કરતું સમવસરણનું ચિત્ર આ પહેલું જ મારા જોવામાં આવ્યું છે.
Plate XC
સંગ્રહણી સૂત્રનાં ચિત્ર ચિત્ર ૬ દશ ભુવનપતિના ઈ.
મુગલ ચિત્રકળાની અપ્રતિમ “સંગ્રહણું સત્રની પ્રતિમાંના ૧૪ ચિત્રોમાંથી નવ ચિ અત્રે રજુ કરવામાં આવ્યાં છે.
અસુરકુમારાદિ ભુવનપતિ નિકાયના દેવનાં ચિહ્ન વગેરે નીચે પ્રમાણે છેઃ દેવેનાં નામ ચિ મુગટમાં શરીરને વર્ણ વસ્ત્રને વર્ણ ૧ અસુરકુમાર
ચૂડામણિ શ્યામ
રકત ૨ નાગકુમાર સર્પ
નીલ