SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્રકદ્રુમ Plate XLIV ચિત્ર ૧૧૩ બ્રાહ્મણી દેવાનન્દા અને ચૌદ સ્વપ્ન હંસવિ. ૧ ના પ્રતના પાના ૭ ઉપરથી, આખું પાનું પ્રતની મૂળ સાઇઝનું અત્રે નમૂના તરીકે રજુ કરેલું છે. વર્ણન માટે જુએ ચિત્ર ૭૩નું વર્ણન. આ જ પ્રસંગને લગતું જ ૧૫૨ Plate XLV ચિત્ર ૧૧૪ ચૌદ સ્વપ્ન. કાતિવિ. ૧ ના પાના ૧૬ ઉપરથી. ચૌદ સ્વપ્નના ચિત્રા અમાઉ ચિત્ર ૭૩ અને ૧૬૩માં આવી ગયાં છે. વાચાની જાણ ખાતર અને તેનું ટુંક વિવેચન કરવામાં આવે છે, (૧) હાથી. ચાર મહાન દંતુશળવાળા, ઊંચા, વરસી રહેલા વિશાળ મેશ્વ જેવા અને વૈતાઢય પર્વતના જેવા સફેદ, તેના શરીરનું પ્રમાણુ શક્રેન્દ્રના એરાવણુ હાથીના જેવડું હતું, સર્વે પ્રકારનાં શુભ લક્ષણવાળા, હાથીએમાં સર્વોત્તમ અને વિશાળ એવા પ્રકારના હાથી ત્રિશલા દેવીએ પ્રથમ સ્વપ્નમા જોયા. હાથી એ પરમ મંગળકારી તથા રાજ્યચિહ્નહોતક છે, (૨) વૃષભ. શ્વેત કમળના પાંદડાંએની રૂપકાંતિને પરાજીત કરતા, મજબૂત, ભરાવદાર, માંસપેસીવાળા, પુષ્ટ, યથાસ્થિત અવયવાળા અને સુંદર શરીરવાળા વૃષભ બીજા સ્વપ્નમાં જોયે. તેનાં અતિશય ઉત્તમ અને તીક્ષ્ણ શીંગડાંઓના આગલા ભાગમાં તેલ લગાવેલું હતું. તેના દાત સુશાભિત અને શ્વેત હતા. વૃષભ (બળદ) એ કૃષિના ઘોતક છે. (૩) સિંહ. ત્રીજા સ્વપ્નમાં ત્રિશલાએ સિહ જોયા. તે પણ મેાતીના હાર, ચંદ્રના કિરણ, રૂપાના પર્વત જેવા શ્વેત રમણીય અને મનાહર હતા. તેના પંજા મજબૂત અને સુંદર હના. પુષ્ટ અને તીક્ષ્ણ દાઢા વડે તેનું મૂખ શૈાભી રહ્યું હતુ, તેની મનેાહર જીભ લપલપાયમાન થતી હતી, સાથળે વિશાળ અને પુષ્ટ હતી, સ્કંધ પરિપૂર્ણ અને નિર્મળ હતા, બારીક અને ઉત્તમ કેશવાળી વડે તે અનહદ શાભી રહ્યા હતા, તેનું પુચ્છ કુંડલાકાર અને શાભાયમાન હતું, તે વારંવાર જી સાથે અકળાતું અને પાછું કુંડલાકાર બની જતુ તેની આકૃતિમાં સૌમ્યભાવ દેખાઇ આવતા હતા. આવા લક્ષણવંત સિંહ આકાશમાથી ઊતરતા અને પોતાના મુખમાં પ્રવેશ કરતા ત્રિશલા ક્ષત્રિયાણીએ જોયો. સિંહ પુરાક્રમના ઘાતક છે. (૪) લક્ષ્મીદેવી. અખંડ ચંદ્રમા જેવી કાંતિવાળી લક્ષ્મીદેવીનાં ચેાથા સ્વપ્નમાં દર્શન થયા. તે લક્ષ્મીદેવી ઊઁચા હિમવાન પર્વતને વિષે ઉત્પન્ન થએલા કમળરૂપી મનેાહર સ્થાને બેઠેલાં હતાં. ચિત્રની મધ્યમાં મેટી આકૃત લક્ષ્માદેવીની છે. તેના કમળરૂપી સ્થાનના વિશેષ વર્ણન માટે જી કલ્પસૂત્ર સુખાધિકા વ્યાખ્યાન ૨ જીં. (૫) ફૂલની માળા. પાંચમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ કલ્પવૃક્ષના તાજાં અને સરસ ફૂલીવાળી ચામેર સુગંધ પ્રસરાવતી રમણીય માળા આકાશમાથી ઊતરતી જોઈ. માળા શંગારની દ્યોતક છે. (૬) પૂર્ણચન્દ્ર, છઠ્ઠા સ્વપ્નને વિષે ત્રિશલાએ ચન્દ્રનાં દર્શન કર્યા. શુકલપક્ષના પખવાડિયાની પૂર્ણિમાને પાતાની કળા વડે શેાભાવનાર સંપૂર્ણ ચન્દ્ર જોયા. ચન્દ્ર નિર્મળતાના ઘોતક છે અને બીજા પક્ષે અંધકારના નાશક છે.
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy