________________
જે ચિત્રકામ એવા આત્માનું કેવા પ્રકારથી આત્મિક ગુણોના આવિર્ભાવ માટે ઉત્થાન થાય છે અને અનેક ઉપસર્ગ-પરીસહોની ઝડીઓને સહન કરવા સાથે કેવા પ્રકારથી આત્મિક ગુણેને સંહીશ આવિર્ભાવ કરી આધ્યાત્મિક ઉન્નતિના શિખર ઉપર આરૂઢ થાય છે એને લગતા સર્વ વિષયો આ ધર્મકથાનુયોગમાં ઉપલબ્ધ થાય છે. ઐતિહાસિક દષ્ટિ પણ આ કથાનુયોગમાં વિકાસ પામે છે. પ્રાથમિક ધાર્મિક રચિવાળાઓને આ અનુયોગ ગણો જ પ્રિય થઈ પડે છે. શ્રીજ્ઞાતાધર્મકાંગ-ઉપાસકાંગ -ઉવવાઈ વગેરે આગમ તેમજ મહાવીરચરિએ, કુમારપાલ પ્રબંધ, પ્રભાવક ચરિત્ર વગેરે સંખ્યાતીત ચરિતાનુયેગનાગ્રન્થ આ ધર્મકથાનુયોગના પ્રાણ સમાન છે.
જૈન દર્શનનું પ્રતિપાદન કરનારા આગમ તેમજ પૂર્વાચાર્ય વિરચિત મહાન ગ્રખ્યામાં મુખ્યતયા દ્રવ્યાનુગ પ્રમુખ કોઈપણ એક અનુયોગનું પ્રાધાન્ય હોય છે. પણ જે મહાન ગ્રન્યનાં ચિત્રોને ઉદ્દેશીને આ લેખ લખવાનો ઉપકમ થયો છે તે લોક્યદીપિકા નામક બૃહતસંગ્રહણી ગ્રન્થમાં એક સાથે ડાઘણા પ્રમાણમાં દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ વગેરે ચારે અનુયોગનો સમાવેશ થએલો છે.
લક્ષ્યદીપિકા' નામના આ ગ્રંથમાં અપાએલા ઉદ્દેશરૂપ જે છત્રીશ દ્વારો છે તે છત્રીશ કારમાંથી પ્રત્યેક ધાર ઉપર આયુષ્ય, શરીરપ્રમાણ, જ્ઞાનની મર્યાદા વગેરે વિષયને ઉદ્દેશીને જે વ્યાખ્યા કરેલ છે તે વ્યાખ્યાને દ્રવ્યાનુયોગમાં સમાવેશ છે. સૂર્યચંદ્રને ચાર તે સૂર્યચકનું પ્રકાશ્ય ક્ષેત્ર, મંડલનું અંતર મંડલક્ષેત્ર વગેરે વિષયો ઉપર ઉહાપોહ ગણિતાનુયોગના સ્થાનને પૂર્ણ કરે છે. તાપસ વગેરે તથા પ્રકારના ધાર્મિક અનુષ્ઠાનથી જ્યોતિષી વગેરે સ્થાનમાં ઉત્પન્ન થાય છે, અને વિશુદ્ધ ચારિત્ર્યવંત છે સર્વાર્થસિદ્ધ વિમાન અને યાવત્ મેષને પ્રાપ્ત કરે છે, તે વિષય ચરણકરણાનુયોગાન્તર્ગત છે. ચક્રવર્તી, તીર્થકર, બલદેવ વગેરે કેટલી નારકીમાથી આવેલા થઈ શકે, એકેન્દ્રિયગતિમાં કોણ ઉત્પન્ન થાય વગેરે ગતિ આગતિ દ્વારના પ્રસંગે ધર્મસ્થાનુયોગ નામના ચતુર્થ અનુયાગને પણ સ્થાન મળે છે. આ પ્રમાણે યવપિ આ “ ક્યદીપિકા' એ દ્રવ્યાનુયોગના જ મુખ્ય વિષય ઉપર ઉપનિબદ્ધ થએલ છે, તથાપિ અંગેઅંશે અન્ય ત્રણે અનુયોગનુ દષ્ટિગોચરપણું પણ આ બૃહત્ સંગ્રહણીમાં ઉપલબ્ધ થાય છે.
શ્રી ગેલેક્યદીપિકા નામક બૃહત સંગ્રહણીની સંક્લના એક પ્રકારમાં જ દષ્ટિગોચર થતી નથી; પરંતુ જૈનદર્શનના અજોડ અને અદ્વિતીય સાહિત્યમાં ભિન્નભિન્ન પ્રણાલિકાઓથી ભિન્નભિન્ન સંખ્યાવાળી ગાથાઓમાં સંકલિત થએલા એ બૂવત સંગ્રહણીના પ્રાચીન હસ્તલિખિત આદર્શો વર્તમાનમાં પણ સંશોધકોને હસ્તગત થવાનું જાણવામાં છે. વર્તમાનમાં છપાએલ બૃહત સંગ્રહણી પૈકી શ્રી ભીમસી માણેક તરફથી પ્રગટ થએલ શ્રી બૃહત્ સંગ્રહણીમાં ૩૧૨ ગાથાઓ છે; માસ્તર ઉમેદચંદ રાયચંદ તરફથી પ્રગટ થએલા ગ્રન્થમાં ૪૮૫ ગાથાઓ છે; વિર્ય સંઘવી નગીનદાસ કરમચંદની આર્થિક સહાયથી પ્રગટ થએલા શ્રી લઘુપ્રકરણસંગ્રહ ગ્રન્થમા ૩૪૯ ગાથાઓમા સૈલોક્યદીપિકાની સંકલના દષ્ટિગોચર થાય છે. શ્રી આત્માનંદ સભા તરફથી શ્રીમાન મલયગરિમહારાજાની ટીકા સાથે પત્રકાર પ્રગટ થએલ સંગ્રહણીમાં ૩૫૩ ગાથાઓ જેવાય છે; અને દેવચંદ લાલભાઈ પુસ્તકાહારક દંડ તરફથી શ્રીમાલધારીગચ્છીય શ્રીદેવભદ્રસૂરિવિનિર્મિત વૃત્તિ સાથે પ્રકાશન પામેલા શ્રી ચંદ્રિયા બૃહતસંગ્રહણીસત્રમાં