________________
ગુજરાતની જનશ્ચિત કળા અને તેને ઇતિહાસ
૫૫ ચિત્ર (ચિત્ર ન. ૨૫૦) તેમજ મારા પિતાના સંગ્રહમાંની રતિરહસ્યની બે તેમાંથી એકેક ચિત્ર અત્રે પહેલીવહેલી વખત રજૂ કરવામાં આવ્યાં છે. આ બધાં એ ચિત્ર પંદરમા સૈકાનાં છે, અને તેની આંખ તથા બીજા અવયવ જૈન ધર્મના કથાપ્રસંગનાં ચિત્રોને મળતાં આવે છે, તેથી ખાત્રી થાય છે કે આ કળાને પ્રચાર મુગલ સમય પહેલાં ગુજરાતના-પશ્ચિમ ભારતના દરેક સંપ્રદાયના લોકોમાં હવે જોઈએ –પછી તે જૈન છે કે વેષ્ણવ. પંદરમા સૈકાનાં આ બધાં ચિત્રો તે સમયના રીતરિવાજો, પહેરવેશે તથા લોકજીવનનો ઇતિહાસ જાણવા માટે ઘણું જ મહત્ત્વનાં છે. આ ચિત્રો પછીનાં ચિત્રોમાં આપણે ઉપર જણાવી ગયા તે ગુજરાતની જૈનાશ્રિત કળાની ખાસ વિશિષ્ટતાઓ દેખાતી નથી; કારણકે એ, “ગુજરાતની નાશ્રિત કળા' કહે કે “ગુજરાતની કળા' કહે, તે પછીના સમયની “મુગલ કળા” અને “રાજપૂત કળામા ભળી ગઈ હોય તેમ લાગે છે, અને આ રીતે “ગુજરાતની નિશ્ચિત કળા' કળાના વિશિષ્ટરૂપે નાશ પામી છે જે હવે કદી પણ ફરીથી સજીવન થાય એવાં ચિહ્નો જણાતાં નથી.
આ ચિ પછીથી ગુજરાતની જેનાશિત કળા અને મુગલ કળા વચ્ચેના સમય દરમ્યાનની સંવત ૧૬૪૭માં લખાએલી મારા પોતાના સંગ્રહમાના “ઉત્તરાધ્યયન સૂત્રની પ્રતના છૅનાલીસ ચિત્રો પૈકી આઠ ચિત્રો પણ અ સરખામણી માટે રજુ કરવામાં આવ્યાં છે (જુઓ ચિત્ર નં. ૨૫૭થી ર૬૪ સુધી), જે બંને કળાની વચ્ચેના સમય દરમ્યાનમાં ચિત્રકળાનું પતન ક્યાં સુધી થયું તે બતાવવા માટે બહુ જ ઉપયોગી પુરાવા રૂપે છે.
ચિત્રકામ માટે તાડપત્રના સ્થાને ત્યારથી કાગળને વપરાશ થવા લાગ્યો ત્યારથી ચિંત્રિામા પણું મટે ફેરફાર થયો. તાડપત્રના પાના કરતા કાગળમાં ચિત્રકાર તેના કાર્ય માટે વિશાળ જગ્યા મેળવી શક્યો. જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ પાનાંઓ, અને તેથી ચિત્ર માટેની જગ્યા, વધારે મળવા લાગી. કાગળના વપરાશથી તેઓને વધારે જગ્યા મળી તેટલું જ નહિ, પણ સારાં ચિત્ર ચીતરવા માટે ઉચિત ભય પણ મળી. પહેલાંનાં સાદી લીટીઓનાં પહોળાં ચિત્રોની જગ્યાને બદલે હવે વધારે
દર પદ્ધતિસરની જગ્યા મળવા લાગી અને તેથી ચિત્રોમાં વર્ણનાત્મક ભાગની વૃદ્ધિ થા, કાગળના સમયના નાના છબિચિત્રો વધારે સુંદર, વધારે પદ્ધતિસર અને વધારે શણગારવાળાં છે.
રંગોની પસંદગીમાં પણ મોટો પલટો થયો. તાડપત્રનાં નાનાં છબિચિત્રોમાં જ્યાં પીળો રંગ વપરાતો હતો તેની જગ્યાએ હવે સોનેરી રંગ વપરાવા લાગ્યો (જો કે કેટલાએક દાખલાઓમાં પીળા ગ પણ વપરાએલો મળી આવે છે). કેટલીક વખત પ્રતેના લખાણ માટે ચાંદી અને સોનું બને વપરાવા લાગ્યાં. જેમજેમ સમય જતો ગયો તેમ તેમ સેનાને ઉપગ વધારે થતો ગયો, અને તે અટલે સુધી વચ્ચે કે ચિત્રમાં જૈન સાધુનાં કપડાં બતાવવાની ખાતર ચિત્રકારને તેના ઉપર સફેદ રંગના ટપકાં અગર, વિચિત્ર રીતે, કોઈક વખત લાલ રંગનાં ટપકાં કરવા પડ્યા' રંગેની અસરને વધારે સુંદરતા આપવા માટે ચિત્રામાં જેટલું વપરાઈ શકે તેટલું સોનું વધારે વપરાવા લાગ્યું અને કાગળ ઉપર પ્રથમ સોનાને ઉપયોગ કરીને પછી તેના ઉપર રંગને ઉપયોગ કરવાની એક જાતની નવી જ પ્રથા શરૂ થઈ, જે તે સમયની ગૂર્જર પ્રજાને વૈભવ અને મહર્ધિકતાનું સૂચન કરે છે.