________________
જેન ચિત્રકલપકુમ
ધૂળના થર વગેરે જામીને તરકામને નુકસાન ન પહેચવા પામે.
૪ નિશાળમાં જ જગવલ્લભ પાર્શ્વનાથના સુપ્રસિદ્ધ દેરાસરના ઉપરના ભાગમાં ચિંતામણિ પાર્શ્વનાથ તથા સહસ્ત્રફણા પાર્શ્વનાથના ગર્ભદ્વારની બહારની લાકડાની થાંભલીઓ તથા લાકડાની દિવાલો ઉપર મુગલ કળાના સમય દરમ્યાનના સુંદર પ્રાચીન ચિત્રો તથા આગળના રંગમંડપની ઘુમટની છતમાં લાકડાની સુંદર આકૃતિઓના મુગલ સમય દરમ્યાનનાં જનાચિત્રોમાં કોતરકામે આજે પણ જેવાં ને તેવાં વિદ્યમાન છે. અમદાવાદનાં જૈન મંદિરોનાં લાકડાના છેતરકામે પકીનાં સર્વશ્રેષ્ટ કોતરકામમાં આ કામની ગણના કરી શકાય. આ જ દેરાસરમાં નીચેના ભૂમિગૃહ (ત્રોંયરા)માં મૂળ નાયક જગવલ્લભ પાર્શ્વનાથની અતિ ભવ્ય પ્રાચીન મૂર્તિ ખાસ દર્શનીય છે. જગવલ્લભ પાર્શ્વનાથની એ મૂર્તિની નીચેની બેઠકનું સુંદર સંગેમરમરનું બારીક કોતરકામ સ્થાપત્યની દષ્ટિએ આગ્રાના તાજમહેલનાં કોતરકામોને આબેહૂબ મળતું આવે છે. રંગમંડપની બે છતે પૈકીની એક છતમાં જૂના લાલ રંગની પૃષ્ઠભૂમિ ઉપર સુંદર રંગીન પ્રાચીન ચિત્રકામ કરેલું છે, જે મુગલ સમયના ભિરિચિત્ર (fresco painting)ને સારો નમૂને પૂરો પાડે છે. મૂળ નાયક જગવલ્લભ પાર્શ્વનાથની આ ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા સંવત ૧૬૫૯ના વૈશાખ વદ ૬ના દિવસે જગદગુરુ શ્રીહીરવિજયસૂરિના પ્રશિષ્ય શ્રી વિજયદેવસૂરિના વરદ હસ્તે થએલી છે, જે તેની બેઠકના લેખ ઉપરથી સાબિત થાય છે. અમદાવાદના જૈન મંદિરમાં તેના મૂળ રૂપમાં (કપણ જાતના ફેરફાર સિવાય) સચવાઈ રહેલું આ એક જ પ્રાચીન મંદિર છે.
- ૫ ઝવેરીવાડમાં શેખના પાયામાં બારમા તીર્થકર શ્રીવાસુપૂજ્ય સ્વામીના દેરાસરમાં લાકડાનું સુંદર કોતરકામ ખાસ દર્શનીય છે.
૬ એ જ શેખના પાડામા દસમા તીર્થંકર શ્રી શીતલનાથ પ્રભુના બીજાં એક દેરાસરમાં રંગમંડપના ઘુમટમાં, ઘુમટ નીચેની છતમાં. બારસાખમાં તથા થાંભલાઓની કુંભીઓમાં લાકડાનાં બારીક કોતરકામ ખાસ જોવાલાયક છે.
૭ હાજા પટેલની પળમાં શ્રીશાતિનાથની પિળમા માળમા નીર્થકર શ્રીશાતિનાથના દેરાસરમાં, રંગમંડપના ઘુમટમાં, થાંભલાઓની કુંબીઓમાં તથા રંગમંડપની આજુબાજુ સુંદર કોતરકામે ખાસ દર્શનીય છે. આ નિરકામો જેવાં લાકડાનાં કોતરકામ ગુજરાતનાં બીજાં જૈન મંદિરમા વિરલ જ જોવા મળી શકે તેમ છે.
૮ હાજા પટેલની પોળમાં શ્રી રામજી મંદિરની પિળના મૂળ નાયક શ્રી સુપાર્શ્વનાથ (સાતમા તીર્થકર)ના દેરાસરમાં થાભલાની કુંબીઓનું નિરકામ ખાસ કરીને દર્શનીય છે. આ કોતરકામ બહુ જ ઉચ્ચ પ્રકારનું છે. ગુજરાતના આજના કારીગરોમાંથી આ કારીગરીને ઉદ્યોગ કયારથી નષ્ટ થયો તે કેયડે કઈ કલાસમીક્ષક આ કતરકામને બારીક અભ્યાસ કરીને ન ઉકલી બતાવે ત્યાં સુધી ગુંચવાએલો જ રહેવાને.
૯ દેવશાના પાડામાં ખરતરગચ્છના વહીવટવાળું સોળમા તીર્થકર શ્રી શાંતિનાથ પ્રભુનું દેરાસર છે. તેમાંના મોટા ભાગનાં કોતરકામને તે થોડાં વર્ષ અગાઉ જીર્ણોદ્ધારના નામે નાશ