________________
છે, ન તે કાયાવાળું છે, ન તે પુનરુત્પત્તિવાળું છે. ન તે આસક્તિવાળું છે, ન તે સ્ત્રીરૂપ છે ન તે અન્યથારૂપ છે. તે સંપૂર્ણ જ્ઞાતા છે સંપૂર્ણ જાગ્રત છે. તે બાબતમાં ઉપમા છે નહિ તે સત્તા અરૂપી છે, અજોડ અવસ્થાને માટે કેઈ શબ્દ (જી શકાતી નથી. તે ન તો શબ્દરૂપ છે, ન તે રૂપાત્મક છે, ન તે ગદ્યસ્વરૂપ છે, ન તે રસસ્વરૂપ છે કે સ્પર્શ સ્વરૂપ છે. આ પ્રમાણે તેનું સ્વરૂપ છે. એમ હું કહું છું.
ઈતિ છઠ્ઠો ઉદ્દેશક પૂરો
ધૂત નામના છઠું અધ્યયનને પ્રથમ કદ્દેશક
આગળના અધ્યયનમા લોકના સારભૂત સંયમની આરાધના માટે પરિષહ ઉપસર્ગોનું સહન કરવું, શાસ્ત્રોના બોધની ખેવના રાખવી, ગુરૂભગવંતને વિનય કરે અને વિચાર જાગૃતિ તીવ્ર રાખવી, એ ઉપદેશ કર્યો છે.
આ દુપદેશ બરાબર પરિણમે તે માટે ચિત્તની વિશુદ્ધિ બહુ જ આવશ્યક છે. આગળના અધ્યયનમાં પણ સંપૂર્ણ વિચાર કરીને ચિત્તને પાપકર્મમાંથી નિવૃત કરી લેવું એમ જણાવ્યું હતું. “આઘg arg” પાપકર્મ ન સેવવા માટે ચિત્તને આજ્ઞા આપવી જોઈએ. આ રીતે જ્ઞાનનું ફળ વિરતિ કયે પ્રકારે થઈ શકે તે સારી રીતે સમજાવ્યું હતું.
આ અધ્યયનમાં ધૂત અર્થાત્ ધોઈ નાખવું કે ખખેરી નાખવું, એ વિષય છે. પૂર્વકની રજને ધોયા કે ખંખેર્યા વિના મનુષ્યને સમાધિ માટે પુરુષાર્થ બરાબર સફળ થતો નથી. એટલા માટે આ અધ્યયનમાં ભગવાન સુધર્મ સ્વામી ચિત્તવિશુદ્ધિ માટેના વિચારો અને સાધને દર્શાવે છે. મુખ્યત્વે તેમાં વિરાગ્ય અને સદ્દધ્યાનને અભ્યાસ જણાવવામાં આવ્યો છે.
मून म्-अंबुन्नमाणे इह माणेवेसु आघाइ से नरे, जस्स इमाओ जाइओ सधओ सुपडिले हियाओ
भवंति आघाइ से नाणमणेलिसं । से मिट्टा तेसिं समुठियाणं निक्खित्तदंडाणं समाहियाणं पन णमंताणं इह मुत्तिमग्गं । एवं एगे महावीरा विप्परिक्कमति, पासह एगे विसीयमाणे અગત્તાને 1 ટૂ ૨૨૨ !!
અર્થ-કેવલ નાન વડે સંસારના સવરૂપનો સંપૂર્ણ બોધ પામનાર તે પરમ પુરુષ અહીં માનવ પ્રજાને
ધર્મ સમજાવે છે. જે પુરુષને એકેઢિયાદી જાતિઓ સંપૂર્ણ રીતે સુપરિજ્ઞાત હોય છે, તેવા તે શ્રત કેવલી ભગવંત પૂર્વજ્ઞાન દર્શાવે છે. આ વિશ્વમાં તેઓ તે ઉદ્યમવંત પુરૂષોને હિંસા ત્યાગી પુરુષ ને, સમાધિવંત પુરુષોને અને પ્રજ્ઞાવત પુરુષોને મોક્ષમાર્ગ સમજાવે છે. આ પ્રમાણે કેટલાક મોટા વીરે સંયમમાં પર ક્રમ કરીને મરી જાય છે, અને જુઓ કે કેટલાક આત્મપ્રજ્ઞા પામ્યા વિના દુખને અનુભવ કરતા સંયમ પાલનમાં શિથિલ રહે છે