________________
“હે શુદ્ધ શ્રાવિકા, જે તારા પુત્રને બાલ્યાવસ્થાથી જ ધર્મશાસ્ત્રોનું જ્ઞાન આપવામાં આવે છે, તે ભવિષ્યમાં એક મહાન ધર્મોદ્ધારક પ્રભાવક પુરુષ થશે, કારણ કે તે બહુ બુદ્ધિશાળી છે અને તે પુત્ર તમારી કુષોને દીપાવશે. માટે સંઘની વિનતિ સ્વીકારી તમારા પુત્ર જશાને ગુરુમહારાજને અર્પણ કરે.” જશાની માતા મૂળથી જ ધર્મિષ્ઠ એટલે મનની અંદર તરત જ વિચાર આવ્યો છે, જેને તીર્થકરે પણ નમસ્કાર કરે છે તે જ સંઘ આજે જૈન શાસનને ઉજજવળ બનાવવા માટે મારા પુત્રરત્નની માગણી કરે છે તે ખરેખર મારા પુત્રને મારે ગુરુમહારાજને અર્પણ કરવું જોઈએ, એમ વિચારી માતાએ ધર્મ, બુદ્ધિથી પુત્રને અર્પણ કર્યો એટલે, સંઘે તેને ખૂબ ધન્યવાદ આપે. પછી તે પંડિત શ્રી. નયવિજયજી મહારાજશ્રીએ તે જશાને સં. ૧૬૮૮ માં અણહિલપુર પાટણમાં જઈને દીક્ષા આપી. ગુરુમહારાજે તેનું નામ જશવિજયજી-યશોવિજયજી રાખ્યું. જશવંતકુમારને પદમસિંહ નામે બીજા લઘુભાઈ હતા, તેમણે પણ પોતાના વડીલ બંધુ સાથે દીક્ષા ગ્રહણ કરી, અને તેમનું નામ પદ્યવિજયજી રાખવામાં આવ્યું.
શ્રી. ઉપાધ્યાયજી મહારાજાએ ધમપદેશ અને વ્યાખ્યાન દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો. તેઓશ્રીની વ્યાખ્યાન આપવાની શિલી એટલી ઉત્તમ હતી કે, તે સાંભળતાં જ કઈ પણ માણસ તલલીન થઈ જાય. ભાષાની સમજાવટ, પ્રસંગોચિત દાખલાદલીલો, તત્ત્વજ્ઞાનને ઉપદેશ, અને શાન્ત રસના અદભુત કાબૂથી શ્રોતાઓ ડોલવા લાગતા હતા. તેઓશ્રીનું વ્યાખ્યાન સાંભળવા માટે તે ઘણે દૂરથી આવતા હતા અને વાહ વાહ બાલતા.
એક દિવસ તેઓ જ્યાં સ્થભન પાર્શ્વનાથ ભગવાનનું તીથરવરૂપ ભવ્ય દેરાસર છે, એ ખંભાત નામે સુંદર નગરમાં આવ્યા. એક દિવસ વ્યાખ્યાનના સમયે એક વૃદ્ધ જે ડોલે સભામાં આવ્યું. તે ડોસાને દૂરથી જોતાં જ શી થશેવિજયજી મહારાજાએ તેમને નમસ્કાર કર્યો, એ જોતાં જ સભાની અંદર બેઠેલા સર્વ જનને અવનવા તરંગે આવવા લાગ્યા, અને અરસપરસ એકબીજાને ધીમે ધીમે કહેવા લાગ્યા કે આ ભૂખડી બારસ જેવા ડાસાને, આ મહાપુરુષે શા માટે નમસ્કાર કર્યો હશે? પણ શ્રી. ઉપાધ્યાયજીએ તે તે ડોસાને સન્માનપૂર્વક બેસવા માટે આસન આપ્યું, પછી તેઓશ્રીએ શ્રોતાઓને જણાવ્યું કે, “આ ઘરડા ડેલા મારા વિદ્યાગુરુ છે. કાશીમાં રહી મેં તેમની પાસે ન્યાય-વ્યાકરણને અભ્યાસ કર્યો હતો, તેમને હું મહાઋણી છું માટે તેમને પૈગ્ય સત્કાર કરશે.”
ગુરુની આટલી સૂચના થતાં, ખંભાતના શ્રાવકેએ તરત જ ફળે કર્યો અને તે ફાળે સિત્તેર હજાર રૂપિયાને થયો. તે રૂપિયા એ બ્રાહ્મણ પંડિતને દક્ષિણા તરીકે અર્પણ કર્યા. વિદ્યાગુરુ પિતાના શિષ્યનું આ સામર્થ્ય જોઈ ઘણા જ ખુશી થઈ ગયા અને શિષ્યને શુભ આશીર્વાદ આપી વિદાય થયા.
ખરેખર, આવા મહાત્મા અત્યારે કોઈ સ્થળે આપણા કમનસીબે મળતા નથી પરંતુ જે આપણે આવા મહાત્માનાં જીવનચરિત્ર વાંચી, લખી, તેઓશ્રીને એક સામાન્ય