________________
ક.
૫. ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી મહારાજનાં– વચનનાં રહસ્ય અને વિશેષતાઓ (લેખક: પરમ પૂજ્ય આચાર્ય શ્રીવિજ્યમસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પરમપૂજ્ય
જ મુનિશ્રીભાવિજયજી મહારાજ] अज्ञानतिमिरान्धानां, ज्ञानाअनशलाकया। नेत्रमुन्मीलितं येन, तस्मै श्री गुरवे नमः। મીટર નંત ઉપકારી ત્રિલોકનાથ તીર્થકર શ્રી મહાવીરદેવના વિરહકાળમાં
વિદ્યમાન એમના સુંદર શાસનની બલિહારી છે કે જેમાં અનેકાનેક મહાપુરુષોએ એવા એવા ઉત્તમ શાસ્ત્રરત્નની આપણને ભેટ કરી છે, કે જેના વડે આ કળિકાળમાં પણ આપણને જાણે શ્રી સર્વપ્રભુની સાક્ષાત
વાણીથી ઊપકૃત થયા છીએ. પંચપરમેષ્ઠીના ચતુર્થપદે બિરાજમાન પૂ. મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ આવા મહાપુરૂષે પૈકીના એક હતા. તે પણ અસાધારણ સર્વસુખી વિદ્વતાને ધરનારા ! તેથી જ એમના સમકાલીન પૂ. ઉપાધ્યાય શ્રીમાનવિજયજી મહારાજે એમને શ્રુતકેવલી-ચૌદપૂવીનું સ્મરણ કરાવનારા કહ્યા છે. પૂ ઉ. શ્રીમાનવિજયજી મહારાજની પણ મહાન વિદ્વત્તા એમના “ધર્મસંગ્રહ” ગ્રન્થમાંથી જાણી શકાય છે. એવા વિદ્વાનેને પણ એમ થતું કે આજના એક પૂર્વના પણ જ્ઞાનરહિત કાળમાં કેઈને વિચાર આવે કે ચોંદપૂર્વના જ્ઞાતા મહર્ષિ કેવા વિદ્વાન અને કેવા વ્યાખ્યાતા હોતા હશે, તે તેને ખ્યાલ અસાધારણ સ્વ પર સમયવેત્તા-વ્યાખ્યાતા એવા આ પૂ. 6 શ્રીયશોવિજયજી મહારાજથી આવી શકે. ગુણાનુવાદનું કાર્ય કેટલું કઠિન છે તે–
પૂ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની ગુણસ્તુતિ ગાવાનું કાર્ય ઘણું મુશ્કેલ છે, એમનામાં રહેલી વિસ્તૃત અને ગંભીર વિદ્વત્તા, સુમબોધશક્તિ વગેરે જ દર્શન અને દર્શનારાના પ્રમાણ-પ્રમેયના વિશાલ બેધપૂર્વક ઠીકઠીક સમજાય નહિ ત્યાં સુધી એમના ગુણ ગાવા જતાં એમને અન્યાય થઈ જવાને પુરે સંભવ છે. કેમકે પછી તે જે કંઈ અધૂરી ગુણસ્તુતિ ગવાય તેનાથી તે એમના માટે એમ જ લાગે કે આ પણ શું જેમ બીજા કેઈક આગળ પડતા માણસે થઈ ગયા, માત્ર તેવા જ એક આગળ પડતા મહાપુરુષ હશે? દા. ત. એમ કહેવા જઈએ કે પૂ. ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી મહારાજ “ન્યાયવિશારદ' હતા, કેમકે એમણે વારી સામે વિજય મેળવ્યું હતું, તેથી એમને