________________
૧૮૫
તેમના જીવન, સાહિત્ય અને શક્તિથી પ્રભાવિત થઈ મેં તેમના વિશે એક નાની પુસ્તિકા મારા હૈ કૅલેજના અભ્યાસકાળ દરમ્યાન લખેલી, જે બાલગ્રંથાવાળી અને વિદ્યાર્થી વાચનમાળાના સંપાદક મારા પરમમિત્ર શતાવધાની શ્રી ધીરજલાલ ટોકરશી શાહે પ્રસિદ્ધ કરેલી. શ્રીહેમચંદ્રાચાર્ય પછી એક પ્રતિભાશાળી પુરુષ તરીકે ઉપાધ્યાયજીનું સ્થાન આવે છે. છેલ્લા અઢી વર્ષમાં તેમના જેવો કોઈ મહાપુરુષ અને પ્રખર પંડિત જૈન સાધુસમાજમાં પાકયો નથી એવી મારી અંગત માન્યતા છે. આવા યુગપુરુષને અંજલિ આપવાને અનાયાસે પુનઃપ્રાપ્ત થયેલો યોગ હું કેમ જાતે કરી શકું?
• મંત્રીઓ અને સભ્ય તરીકે સૌ ગોઠવાઈ ગયા. પણ રહ્યા એક શ્રીયશવિજયજી, સારાયે સત્રના ઉત્પાદક અને પ્રેરકી ગૃહસ્થના ટોળામાં તેમને ક્યાં મકવા? એક મેટી મુંઝવણને પ્રશ્ન હવે મને એક વિચાર સૂઝી આવ્યા. સૂચવ્યું કે તેમને “સરસંચાલક ની, જરા રમૂજ અને હળવા મિજાજમાં “કીટરના અર્થમાં મેં આ શબ્દ સૂચવેલ. તે નહિ સ્વીકારાય અગર હસી કાઢવામાં આવશે એવી મને પાકી ખાત્રી હતી. પરંતુ તેમનું યોગ્ય સ્થાન શોધવામાં મઝાએલા સૌને આ શબ્દ કે આ ઉકેલ ગમી ગયે અને વધાવી લીધો. તેઓ “સર સંચાલક બન્યા ખરા, પરંતુ ડીકટેકટરના અર્થમાં નહિ પણ આખાયે સમારેહના સુત્રધારસુકાનીના અર્થમાં.
* જૈન અને જૈનેતર વિદ્વાનોની એક સમિતિ નીમવામાં આવી. જેમાં ડભોઈની દયારામ સાહિત્ય સભાના પ્રમુખ સાહિત્યભૂષણ શ્રી મગનલાલ ગિરજાશંકર શાસ્ત્રી, વડોદરાની રાજકીય સંત મહાવિદ્યાલયના નિવૃત પ્રિન્સિપાલ પ્રખર વિદ્વાન શ્રી લક્ષ્મીનાથ બદ્રીનાથ શાસ્ત્રી. વડોદરા કૅલેજના અર્થશાસ્ત્ર અને ઈતિહાસના ભૂતપૂર્વ પ્રેફસર શ્રી કેશવલાલ હિમતરાય કામદાર વગેરે મુખ્ય કહી શકાય. સમિતિએ એક પરિપત્ર તૈયાર કરી પૂ. ઉપાધ્યાયજીના જીવન, કવન, ન્યાય, સાહિત્ય, જૈનદર્શન અને તેની સંસ્કૃતિના ભિન્ન ભિન્ન વિષય અંગે નિબંધ તૈયાર કરી મોકલી આપવા સેંકડો વિદ્વાને ઉપર કર્યો. તેના જવાબમાં ઘણા સારા નિબંધો મેળવવા સમિતિ ભાગ્યશાળી થઈ હતી.
સારસ્વતસત્ર ધાર્યા કરતાં પણ ઘણી સફળતાથી ઉજવાયું. સત્રના દિવસે સારી રીતે જ જ્ઞાન અને જ્ઞાનાનંદની અમોઘ લહાણીના દિવસો બની ગયા. ડભોઈ ગામના સંધને અને ત્યાંના પ્રત્યેક જૈનનો ઉત્સાહ અવર્ણનીય હતા. મહેમાનોનું સ્વાગત, ભજન, ઉતારે, મંડપ, ધ્વજાપતાકા, રશિની, સત્ર અંગેની સઘળી વ્યવસ્થા વગેરે માટે સૌએ ખડે પગે કામ કર્યું. સત્રનાં સ્વાગત પ્રમુખ શ્રીબાલચંદ જેઠાલાલ શાહ ભાઈના યુવાન અને ઉત્સાહી કાર્યકર છે. ડાઈમાં સમાજ હિતકારી જાહેર પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા કાર્યકરોને એક સારૂ જેવું જુથ છે. શ્રી શાંતિલાલ મોતિલાલ શાહ, શ્રીસુંદરલાલ ત્રિકમલાલ શાહ, યુવાન ચિત્રકાર રમણિક ચુ. શાહ, શ્રીચંદુલાલ હિંમતલાલ પટેલ, શ્રી ડાહ્યાભાઈ નાથાભાઈ શાહ, શ્રી ત્રિકમલાલ સવાદચંદ વગેરે. શ્રીબાલચંદભાઈ તે પૈકીના એક પ્રમુખ કાર્યકર છે. ઉત્સવની સફળતાના વશમાં તેમને પણ ઠીકઠીક હિરો છે. આ યુવાન પેઢી સાથે ડભોઈની વડીલપેઢીને હમેશા સહકાર હોય છે. શેઠ નગીનદાસ દેલતભાઈ શાહ ફકીરચંદ મગનલાલ, શાહ હિંમતલાલ બાપુભાઈ શાહ જીવણલાલ ગુલાબચંદ. શાહ જીવણલાલ કસ્તુરચંદ વગેરે મટાઓને ઉત્સાહ પણ યુવાને સાથે આ ઉત્સવમાં હરિફાઈ કરતે હતો.
: :. ડભોઈને શ્રીમાળી વગો એક નાનકડી જૈનપુરી જેવો લાગે છે. ત્યાં બહુધા જેને જ વસે છે. જેને
૪