________________
૧૭૩ ગીતા વગેરેની Traces પ્રમાણ ઘણુ જગ્યાએ જોવા મળે છે. તે તેમના અન્ય દર્શનના ઉડા અભ્યાસનું ઘાતક છે. તે સદીના તેઓ “Martin Luther' હતા, ગુજરાતના જ્ઞાનેશ્વર હતા જેઓ મહારાષ્ટ્રીય ભાષા સંપન્ન કરવા માટે ગર્વ ધરાવતા અને “મહારી માઠીમાં આખાએ વેદાંત ઉતારીશ' એવી ભાષા વિાપરતા એ હતું સ્વભાષા માટે અભિમાન! એ હતી જનતાના અસ્પૃદયની કામના! તેવી રીતે પૂ. 8. જીએ દ્રવ્યાનુયોગ જે ગહન વિષય “વ્યગુણ–પર્યાયરાસ' વગેરે ગૂજરીમાં ઉતારી ગુર્જરગિરાને શિખરે ચઢાવી અને બીજાની હાલમાં મ્હારી ગુર્જરી' જેવી તેવી નથી એ બતાવી આપ્યું. તેઓ ગુર્જરીના સાચા ભક્ત હતા. ભક્તિ-જ્ઞાન વગેરે વિષયે સહેલીમાં સહેલી ભાષામાં ઉતારી ગુજરાત ઉપર મહાન ઉપકાર કર્યો છે. આજે બધા વિદ્વાનો ડાઈના અાંગણે ભેગા થઈ જાત સંપ્રદાય અને ધર્મના ભેદ ભૂલી મહાન વિભૂતિના ગુણગાન કરશે અને એ વિભૂતિની શક્તિથી સંગઠિત થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરશે. તેમણે વારસામાં આપેલ સાહિત્યને ફરી સુંદર રીતે સંપાદિત સંશોધિત કરી પૂ ઉપા.ના “Complaie works' સંપૂર્ણ ગ્રન્થ છેલ્લી બે બહાર પડે, તે આપણે કાંઈક અંશે તેમના ત્રણમાંથી મુક્ત થઈએ અને મહાગુજરાતના સાંસ્કૃતિક-ધાર્મિક વિકાસમાં કઈક કર્યું, એમ ગણાય, બહું ગુજરાન પોતે “ભારતના ચરણે... ગુજરાતને આ રસથાળ પીરસી, પિતાની ઉદારતા અને સહૃદયતાને પરીચય કરાવશે. જે જે વ્યક્તિઓએ આ કલ્પના સત્ય સૃષ્ટિમાં લાવી આપી સત્ર ઉજવવામાં નિમિત્ત થયા છે, તેઓ સર્વે ધન્યવાદને પાત્ર છે. જેને માટે તો તે એક આનંદનો વિષય છે. તેઓએ તન-મન-ધનથી સેવા આપી પિતાના જૈનત્વને પરિચય કરાવ જરૂરી છે. “Nothing goes unawarded' કોઈપણ વસ્તુ નિષ્ફળ જતી નથી' એ અધ્યાત્મિક નિયર્મ છે, પછી ભલે “Sooner or later ' વહેલા યા મોડા હોય. ૫. ઉપા. મહારાજના જેવા જનઉપકારી કાર્યો વધુને વધુ કરવાનું બળ સત્ર ઉજવનાર સૌ કોઈને પ્રાપ્ત થાઓ અને આ જીવનમાં એ દય જોવા મળે, એ પ્રબળ ભાવના છે.
– ચીમનલાલ લક્ષ્મીચંદ શાહ પુના સીટી
શ્રીયશોવિજય જ્ઞાનસત્ર ઉજવવાની જે યોજના કરી છે તે માટે હું આપ સાહેબને હાદિક ધન્યવાદ આપું છું. શ્રીયશોવિજયજી જેવા અદભૂત જ્ઞાને પાસ માટે આપણે જેટલું કરીએ તેટલું ઓછું જ કહેવાય. આપણું ઉપર એ વિભૂતિએ જે અનંત ઉપકાર કરી ચૂક્યા છે તેને બદલે તે આપણે વાળવો અશકય જ છે. તેપણુ ઊગતી પેઢીને એ મહાસંતનાં દર્શન આપણે કરાવીએ અને તેમની યથાશક્તિ સેવા અને એમના સારસ્વતનું અધ્યયન કરવાની પ્રેરણું આપીએ એ આપણી ફરજ છે. આપની આ યોજનાને પૂર્ણ યશ મળે એ જ અભ્યર્થના.' '
–બાલચંદ હીરાચંદ, માલેગામ (મહારાષ્ટ્ર)
સાહિત્યાકાશમાં શ્રીમદ અ યવિજયજી મહારાજનું પિતાનું એક વિશિષ્ટ સ્થાન છે. તે, સ્થાન કયાં છે? આપણે તેમના અનુયાયી–તેનાથી હજી સુધી અપરિચિત છીએ- એ કેટલું વિચારણીય છે. તે આપણે સમજીએ. આ મહોત્સવની પૂર્ણ સફળતા ઇચ્છું છું અને શ્રી દર્શાવતી શ્રીસંઘની તેમના આ મહોત્સવ આયોજન માટે સહાનુભૂતિ બતાવું છું.
–સલતસિંહજી લોઢા (અરવિદ)
ધામણિયા, રાજસ્થાન
શ્રીયશોવિજયજી મહારાજના વિશાળ સાહિત્ય અને તત્વજ્ઞાનના સંબંધમાં વિવેચન કરવા, તેને પ્રચાર કરવા અને આજની પરિસ્થિતિમાં તેનાથી જેટલે વધુ લાભ ઉઠાવી શકાય એ દષ્ટિએ આ આજના મહત્વપૂર્ણ છે.