________________
* જ આખું જ્યારે હિંસાના પથે અધિળા દેટ મૂકી રહ્યું છે ત્યારે જૈન ધર્મ પ્રબેલે અહિંસાને માર્ગ જ જગતમાં શાંતિ રથાપી આપણને માનવ કલ્યાણના પથે લઈ જશે એમ મને લાગે છે. શ્રીયશાવિજ્યજી મહારાજશ્રીના ગ્રંથનું અધ્યયન કરી થોડું આચરણ કરવામાં આપણે ફળીભૂત થઈશું તો મને ખાત્રી છે કે આપણું ભાવિ ઉજળું હશે. એમણે ભગીરથ કાર્ય કર્યું છે અને તે સદા અમર રહેશે. '' આધા જ્ઞાનસત્રો સમાજમાં સંસ્કારિતા ફેલાવવામાં તથા સાહિત્ય પ્રત્યે લેની અભિરુચિ કેળવવામાં ખૂબજ મદદગાર થઈ શકે છે. તમારે આ પ્રયાસ સ્તુત્ય અને અભિનંદનને પાત્ર છે. આ સત્ર સફળ થાય. તેવી મારી શુભેચ્છા છે.
–ભેગીલાલ મગનલાલ, (મહાલક્ષ્મીમીલ વાળા) ભાવનગર
- શ્રીયશોવિજય સારસ્વતસત્રની સંપૂર્ણ સફળતા ઇચ્છું છું. આ પ્રસંગે ભાગ લેનાર આપ સર્વેને ધન્યવાદ ઘટે છે..
–શિવલાલ નેમચ, મંત્રી–મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર, પાટણ.
શ્રીયશવિજ્યજી સારવતસત્ર મહોત્સવ ખૂબ સારી રીતે ઉજવાય તેવી મારી અભિલાષા.
-કસ્તુરભાઈ લાલભાઈ અમદાવાદ
* આપ બધા મળીને ત્યાં પૂજ્યપાદ શ્રીયશોવિજયજી મહારાજનું સારસ્વત સત્ર ઉજવે છે જાણી હર્ષ થાય છે. મારી કોલેજ ચાલુ છે એટલે હું ત્યાં પ્રત્યક્ષ હાજર નથી રહી શકતો તો જરૂર ક્ષમા કરો. - પૂજ્યપાદ ઉપાધ્યાયજીના નામને શોભે એવું જ તમે સત્ર ઉજવશો એમ માનું છું. તમને ખબર હશે જ કે તેઓ એક મહાન આધ્યાત્મિક પુરુષ હતા. તેમના દેઢસો ગાથાવાળા સ્તવનમાં તેમના અંતરના વિચારે મત થયા છે. ધૂમધામેધમાધમ મચી એ તેમનું વાક્ય યાદ રાખી વ્યર્થ આડંબર ન કરતાં આત્મભાવને પોષણ મળે એ રીતે તમારી જના તમે ઘડી હશે. આજ હજારો વર્ષથી જૈન પરંપરામાં વિદ્યાવ્યાસંગની ઘણી ખામી ચાલતી આવે છે. તે આવા નામી મહાપુરુષોના ઉત્સવને બહાને કંઈ ઓછી થાય અને વિદ્યાની ચિત્તશુદ્ધિકર અતર પ્રવૃત્તિ થાડી ઘણી પણ ફેલાય તે આ ઉત્સવ જરૂર આદર્શ લેખાશે. તે મહાપુનું સમગ્ર સાહિત્ય પણ આપણે જાળવી શકયા નથી એ આપણું મટી શરમ છે. છતાં જેટલું જળવાયું છે તે સુંદર રીતે સંપાદિત થઈને લેભાગ્ય ભાષામાં તૈયાર કરીએ તો યે ઘણું છે. આપને સમારંભ સફળ થાય અને ઉપાધ્યાયજીની ભક્તિ આપણને પ્રેરણા આપે એ જ ઈચ્છા. . . . . .
– પં. બેચરદાસ જીવરાજ, અમદાવાદ,
બિમારીને લીધે તેમાં ભાગ લેવા આવી શકું તેમ નથી માટે દિલગીર છું. જ્ઞાનવારિધિ શ્રી ૧૦૦૮ યશોવિજયજી મહારાજ જેવા આપણા ગુજરાતના વિદ્યાસંસ્કારના મહાન યાતિધરને માટે આવા પ્રકારને સારરવતસત્ર મહત્સવ આપ ઉજવે છે તે બહુ જ ચગ્ય છે. મહત્સવમાં આપને સફળતા મળે એવી પ્રાર્થના કરું છું.
રત્નમણિરાવ ભીમરાવ, અમદાવાદ