________________
દિલગીર છું અન્ય રોકાણને કારણે મહોત્સવમાં હું હાજર રહી શકીશ નહિ.
પુરાણ પ્રસિદ્ધ દર્શાવતી નગરીનું બેવડું સદભાગ્ય છે કે, ભક્તકવિ દયારામભાઈ ઉપરાંત એક મહાન દાનવેરા અને જ્ઞાનની વિવિધ શાખા-પ્રશાખાઓને સ્પર્શતા સંખ્યાબંધ અભ્યાસ ગ્રંથોના રચયિતા, સકલશાસપલ ઉદારચતિ સાધુપુરુષે પિતાના દેત્સર્ગનું પુણ્યસ્થળ બનાવવાનું તેને સદભાગ્ય અર્પા
આજને પ્રસંગ ડભોઈના સંસ્કારજીવનમાં એક મહાપ્રસગં છે ધન્ય પ્રસંગ છે; અને માટે જ એ પ્રસંગની ઉપસ્થિતિમાં કારણભૂત સૌ ધનુરાગી ભાઈ-બહેને સર્વેના અભિનદનનાં અધિકારી છે.
આ મહાન પ્રસંગનું મહત્વ કાયમી સ્વરૂપે જળવાઈ રહે એ અર્થે. પૂજ્યપાદ ન્યાયાચાર્યજી શ્રીમદ્ યશોવિજયજી મહારાજના સર્વગ્રથનું સમ્યફ પરિશીલન થાય એ માટે તેઓશ્રીના અપ્રસિદ્ધ ગ્રંથોની હસ્તપ્રત મેળવવાથી માંડીને તેમના પ્રાર્થના વગેરેની સર્વ વ્યવસ્થા થવી ઈષ્ટ છે. વળી, આ ગુરમંદિરના આશ્રયે શ્રીયશોવિજયજી જ્ઞાનમંદિર જેવી સંસ્થાની સ્થાપના વિચારાય એ પણું અતિ લેખાશે. આશા છે કે, સમિતિ અને અન્ય વિદ્વજનગુણાનુરાગીઓ ! આ વિષયમાં ઘટતું કરશે.
જેમની અનન્ય પ્રતિભાશક્તિ અને અપ્રતિમ જીવનસવાસથી ગુજરાતનાં જૈન અને જૈનેતર નરનારીઓ ધન્ય બન્યાં છે. અને જેમની વિભૂતિમત્તાનાં તેજ કિરણે કેટલાંયનાં જીવન અજવાળ્યાં છે, એવા ગુજરાતના એ અભિનવ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી સમા પુણ્યાત્મા આ પ્રસંગે આપણને સૌને ધર્માભિમુખ અને પરિશીલનાભિમુખ થવાની પ્રેરણા આપે એજ પ્રાર્થના! સમારંભની હું સંપૂર્ણ સફળતા ઈચ્છું છું. .
–ભાઈલાલ પ્ર. કોઠારી, વડોદરા.
શ્રી. યશોવિજયજી મહારાજનું સ્મરણ કાયમ રહે તે માટે જેન સ જે કામગીરી કરી છે તે માટે તે સંધ ધન્યવાદને પાત્ર જ છે. કારણ, શ્રીયશોવિજ્યજી જેવા મહાન સાધુને યોગ્ય જે સ્મારક થવું જોઈતું હતું તેઓશ્રીનું મંદિર સ્થાપન કરી આપ તે મહાત્માનું. થોડા અંશે અણુ અદા કરી રહ્યા છે. ઈશ્વર આપના કાર્યની સફળતા અને યશ આપે.
–. માણિકરાવે, વડોદરા.
શ્રીયશવિજ્યજી સારસ્વતસત્રની ઉજવણી સંગીન રીતે ઉજવાય ને પરિણામે જૈન સમાજ તેમનું સાહિત્ય વિકસાવે ને જેને જેનેતર સમાજમાં ઉપયોગી તેવું પ્રકાશન કરે તેમ ઈચ્છું છું. સત્રના • ઉત્સવની સફળતા પાઠવું છું.
–ગુલાબચંદભાઈ, તંબી જૈનપત્ર' ભાવનગર,
જ્ઞાનપિપાસું ભાઈ શહેરને અગિણે જૈન સમાજનાં એક અત્યંત તેજસ્વી તારકની રકૃતિમાં ઉજવાતું સારસ્વતસત્ર સફળ થાઓ તેમજ જૈન સમાજને પથપ્રદર્શક બને એ હાદિક ભાવના.
–શપાલ મગનલાલ જોશ, ખાખરેચી,