________________
૧પ
સારસ્વતસત્ર મહોત્સવની સફળતા તેમના ગ્રંથસ્થ વાડ્મયના અધ્યયન, અધ્યાપન, સંશોધન અને પ્રચારની વ્યવસ્થાને જીવંત બનાવવામાં રહેલી છે. હું મહત્સવની સફળતા ઈચ્છું છું.
–હરિપ્રસાદ છે. મહેતા, વડેદરા. . પ્રિન્સિપાલ, બડા સંત મહાવિદ્યાલય, એમ. એસ. યુનિવર્સિટી ઑફ બરડા.
* આપના તરફથી મહત્સવમાં ભાગ લેવા માટેના નિયંત્રણ બદલ હું આપને આભારી છું. ન્યાયાચાર્ય શ્રીયશવિજય ઉપાધ્યાયનું પ્રકાંડ પાંડિત્ય અને સુવિપુલ બહુમુખી સાહિત્યપ્રવૃત્તિ હરિભકરિ અને હેમચંદ્રાચાર્યનું સ્મરણ કરાવે તેવાં હતાં. તેમની અપ્રસિદ્ધ અને અપ્રાપ્ય રચનાઓને ઉદાર થાય, તેમની વિદ્વતાનું
ગ્ય મૂલ્યાંકન થાય અને તેમની બશતતા પ્રેરણાદાયી બને એવા પ્રશસ્ય હેતુ સાથે સંકળાયેલા શ્રીયશોવિજય સારસ્વતસત્ર મહત્સવને સંપૂર્ણ સફળતા ઈચ્છું છું. આવી ન શકવા માટે ક્ષમા ચાહું છું.
–હરિવલ્લભ ભાયાણુ, મુંબઈ પ્રાધ્યા. ભારતીય વિદ્યાભવન
જેમણે વિવિધ પ્રકારની સાહિત્યિક સેવાથી એ સમયના ક્ષેત્રમાં વણથંભ્યાં પાદ ચિન પાઠવ્યાં છે, તે ગુજરાતના પ્રખર અભ્યાસી સંત મહાસમર્થ વિદ્વાન મુનિ શ્રીયશોવિજયના માનમાં જાતા યાદગાર સારસ્વત સત્ર પ્રસંગે આવવાને તમારું માયાળુ આમંત્રણ મળ્યું તે માટે આભાર માનું છું. આ પ્રભાવશાળી વ્યક્તિને અમારી ભાવભરી અંજલિ અર્પવા, આ સંસ્થાવતી હું તમારી સાથે અને તમારા સાથીદારો સાથે જોડાઉં છું અને સત્રની ભવ્ય સફળતા ઈચ્છું છું. ભલી આશાઓ અને માયાળુ વિનંતિઓ સાથે હું છું આપને
–આર. એન. દાંડર, ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટીટયુટ ઍનિરરી સેક્રેટરી, પૂના
ગુજરાતના મહાવિદ્વાન શ્રીયશવિજ્યના માનમાં તમે જે સારવતસત્રની નિજના કરી રહ્યા છે તે પ્રસંગે આવવાને તમે માયાળુ આમંત્રણ આપ્યું તે માટે હું આપને ખૂબ આભારી છું. આ સત્રની સુંદર સફળતા ઇચ્છું છું. આ સત્ર પ્રસંગે કેઈ લેખ વાંચવામાં ભાગ લેવાની વિનંતિ વિશે મારે જણાવવા જોઈએ કે, મહાન યશવિજયના કાર્યો અને જીવન વિશે અથવા જેનધર્મ સંબંધી કાઈ વિષય પરત્વે ચર્ચા કરતો કાઈ લેખ હાલ તરત મારી પાસે તૈયાર નથી.
–પી. કે ગાડ, ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટીટયુટ, પૂના.
ડભોઈમાં સને ૧૯૫૩ ના માર્ચ મહિનાની –૮ મી તારીખે ઉજવાતા શ્રીયશોવિજય સારસ્વતસત્ર મહત્સવમાં હાજરી આપવાના તમારા માયાળુ આમંત્રણ માટે હું આપને આભારી છું.