________________
૧૫૫
ડભોઈમાં તેમનાં જીવનની અંતિમ પળે વ્યતીત થએલી હાઈ ઠાઈના શિરે આ જવાબદારી વિશેષ રૂપે રહે છે.
* – આચાર્યશ્રી વિન્થલબ્ધિસૂરિજી, ખંભાત.
મહામના વિહામાન્ય મહાપાધ્યાયજી શ્રીયવિજયજી મહારાજનો ઉત્સવ જે કમેઈના સંધ મનાવવાનો નિર્ણય કર્યો છે અને તેમને માટે અનેક પ્રકારની સામગ્રી સંગ્રહ કરવામાં તત્પર છે એવા પત્રો દ્વારા સમાચાર જાણીને અત્યંત આનંદ થયો છે. કેમકે શ્રીઉપાધ્યાયજી એક સામાન્ય વ્યક્તિ નહિ બલકે શાઅનિષ્ણુત, ષટ્-દર્શનમાં વિખ્યાત અને પૂર્ણપ્રતિભાશાળી હતા, જેમણે અનેક ગ્રંથની રચના કરીને જૈન સમાજનું ગૌરવ સમુન્નત બનાવ્યું એવા મહાપુની જૈન સમાજમાં આજે પણ જરૂરત છે. અને એવા પુરુષોને જન્મ થવાથી જ જૈન જગત પુનઃ પૂર્વ માફક સંસારમાં ચમકી ઊઠશે વિશ્વહિતચિંતક ઉપાધ્યાયજીની જયંતી પ્રતિવર્ષ પ્રત્યેક ગામ અને શહેરમાં શાનદાર રીતે મનાવવી જરૂરી છે. મહત્સવની સફળતા ઈચ્છીએ છીએ.
– આચાર્યશ્રી વિજ્યહિમાચલરિજી જામનગર
શાસનના મહાન ઉપકારી પૂ ઉપાધ્યાયજી મહારાજ શ્રીમાન યશોવિજયજી મ. ને સારવતસત્રરૂપ મહોત્સવ કરવાનું નિરધાર્યું છે તે જાણું અત્યંત આનંદ થાય છે. આપશ્રીઓના હસ્તે પૂજય ઉપાધ્યાયજી મહારાજના શૂષ- ગુરુમંદિરની પ્રતિષ્ઠા કરવાનું થાય છે તે માટે પુણ્યને ઉર્યો છે. અમે આ કાર્યને માટે શ્રીવિજયદેવરિ સંધની કાર્યવાહક કમિટીને આ કાર્ય વધુ યશસ્વી બનાવવા માટે -ધન્યવાદ તેમજ શુભ આશીર્વાદ આપીએ છીએ.
–આચાર્યશ્રી ચંદસાગરસૂરિજી, સાબરમતી, અમદાવાદ.
યશવિજ્ય સારસ્વતસત્ર મહોત્સવની સફળતા ઈચ્છું છું.
–પં. સુનિશ્રી ભકર્ણવિજ્યજી, સુરત.
યશવિજય સારવતસત્રના મહોત્સવના ઉદ્દઘાટન પ્રસંગે અભિનંદન
--મુનિશ્રી પુણ્યવિજ્યજી, અમદાવાદ.
યશોવિજ્ય સારસ્વત સત્રની અમો સફળતા ઇચ્છીએ છીએ. . પૂ યશોવિજયજી મહારાજનું સર્વાગી ચરિત્ર તથા અપ્રગટ સાહિત્ય જલદી પ્રકાશિત થાય એ પહેલી તકે જરૂરી છે.
2 –સુનિશ્રી ર્શનવિજ્યજી ત્રિપુટી, રાણીગામ, રાજસ્થાન.