________________
૧૫૩ કેવળે શ્રદ્ધાનું રટન કર્યા કરીએ તે પરિણામે જ્ઞાન પ્રત્યે અભિરુચિ જાગવાના બદલે અંધશ્રદ્ધા તરફ જ આકર્ષણ વધી જાય, અને છેવટે જ્ઞાનનું ક્ષેત્ર વધુ ને વધુ ઉપેક્ષિત બની ગયા વગર ન રહે. આપણું જ તત્વજ્ઞાન, આપણે જ ઈતિહાસ કે આપણું જ સાહિત્ય આપણે યથાર્થરૂપમાં ન પિછાણી શકીએ એ બીને આ વાતની જ સાક્ષી પૂરે છે. સમાજમાં ચારે કેર આવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે, અને આપણુ આગેવાનીમાંના ઘણાખરા હજુ પણ પોતાની શક્તિઓ આવે માજ વાપરતા દેખાય છે ત્યારે આ એકાદ, ભલે નાનો સરખો પણ, જ્ઞાનોત્સવ ચિત્તને આપમેળે જ આકષી લે છે, અને આપણું પ્રશંસા માગી લે છે. આ સારસ્વત ઉત્સવનું આ દૃષ્ટિએ અમારે મન બહુમૂલ્ય છે. • એક દષ્ટિએ કહેવું હોય તે એમ જરૂર કહી શકાય કે આ સારસ્વત ઉત્સવના - રોજકેએ એક ન ચલે પાડવાનું શુભ કાર્ય કર્યું છે. આ કાર્ય સહુ કેઈએ અનુકરણ કરવા જેવું ઉત્તમ કાર્ય છે. અમે ઈચ્છીએ છીએ કે, ડાઈમાં ઉજવવામાં આવેલ આ જ્ઞાનેત્સિવને એક શુભ શરૂઆત માનીને ઠેર ઠેર અનુકરણ કરવામાં આવે અને આપણું પ્રત્યેક દશન-ઉત્સવની સાથેસાથ, તેમ જ સાવ સ્વતંત્ર રીતે પણ, આવા જ્ઞાનોત્સવે જવામાં આવે અને તેની જ્ઞાનના મહિમાને છાજે એ રીતે સંપૂર્ણ ઉદારતાપૂર્વક ઉજવણી કરવામાં આવે. જ્ઞાનની ઉપાસના કરતાં કરતાં શ્રદ્ધા ડગી જવાને સુલ ભય સેવવાની જરૂર નથી. ઉલટું જ્ઞાનથી પરિમાપ્તિ બનીને શ્રદ્ધા વધુ બળવાન જ બનવાની. અને એમ કરતાં શ્રદ્ધાને વળગી બેઠવું અંધપરું જે અળગું થઈ જતું હોય તે, તે તે સર્વથા ઈષ્ટ જ ગણાય.
આ સારસ્વત ઉત્સવમાં જ્ઞાનના નિર્ભેળ સગપણથી આકર્ષાઈને મુનિવરે અને ગૃહસ્થાએ તેમ જ જૈન અને જૈનેતર વિદ્વાનોએ આત્મીય ભાવથી ભાગ લીધે એ આ ઉત્સવની બીજી ધયાન ખેંચે એવી વિશેષતા છે. બીજા, બીજા ધર્મો પ્રત્યે જ્યારે સહિષ્ણુતા રાખવાની અને એમની સાથે સમન્વય દષ્ટિમૂલક બંધુભાવ કેળવવાની ખૂબ જરૂર છે ત્યારે આવા ઉત્સા બહુ ઉપયોગી સેવા બજાવી શકે, અને માણસ માણસ વચ્ચેની જુદાઈની દીવાલને સારા પ્રમાણમાં દૂર કરી શકે એમાં જરાય શક નથી. આ દષ્ટિએ પણ આ ઉત્સવ અનુમોદના માગી લે છે.
અને મહોપાધ્યાયજી સરખી વિભૂતિની વિદ્યાનાં અનેક ક્ષેત્રોનું મૌલિક અને તલસ્પર્શી રીતે ખેડાણ કરવાની વિરલ શક્તિ પ્રત્યે આપણે જનતાનું ધ્યાન દેરી શક્યા અને એમના સર્વવ્યાપી સાહિત્યનું પુયસ્મરણ કરી શક્યા એ આ જ્ઞાનોત્સવની એક વધુ સફળતા છે. ઉત્સવમાં નક્કી કરવામાં આવ્યું છે તેમ, આપણે ઈચ્છીએ કે મહાપાધ્યાયજીના અત્યાર સુધીના અમુદ્રિત રહેલા ગ્રંથરત્ન સુસંપાદિત અને સશથિત રૂપમાં વહેલામાં વહેલી તકે જનતા સમક્ષ રજૂ કરવામાં આવે અને જે પૃથે મુદ્રિત થઈ ચૂકેલા છે તેમાં પણ જે કરી સંપાદિત કરવા જેવાં હોય તેને ફરીથી મુદ્રિત કરવામાં આવે, આ ઉત્સવની ઉજવણીથી જ આવી મહારાની વિભૂતિને જ્ઞાનખજાને જનતા સમક્ષ સુગ્ય રૂપમાં રજૂ થવાની આશા ઊભી થઈ છે. આ આશા વેળાસર ફળીભૂત થાઓ એમ પ્રાર્થીએ છીએ. આ ઉત્સવના નાના-મોટા બધા પ્રયા અને કાર્યકરને ફરી ધન્યવાદ આપીએ છીએ, અને આવા સુંદર કાર્ય સર્વત્ર અનુકરણ થાઓ એમ ઈચ્છિી વિરમીએ છીએ.