________________
નોંધા–અહીથી શ્રી યશવિજય સારસ્વત સત્રનો વિસ્તૃત હેવાલ તે પ્રસંગે મુદ્રિત રૂપે બહાર
૫લો તે શરૂ થાય છે, આ હેવાલ આપવાનું કારણ, આ એક પ્રસંગ પેપક હતો, એતિહાસિક હતા. આવા બનાવે ગ્રંથસ્થ થાય તો ભવિષ્યમાં અનેકને પ્રથાનું કારણુ બને. ક્રમશ જે જે સાહિત્ય બહાર પડેલું તે ક્રમશ જ અમૂકવામાં આવ્યું છે. સંપા
जयन्तु वीतरागाः
પત્રિકા નં. ૧
શ્રી. યશોવિજય સારસ્વત સત્ર
સ્થળ; ઈ-ગૂજરાત
નાકશ્રીમાન શ્રીમતી
સંતમસ ગૂર્જર ભૂમિમાં જે અનેક સતે, મહાત્માઓ અને વિદ્વાને પ્રકટ્યા છે, તેમાં સત્તરમી સદીમાં જન્મેલા ષડ્રદર્શનવેત્તા, ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ, મહાપાધ્યાય - પૂજ્યપાદ શ્રીયશોવિજયજી મહારાજનું સ્થાન મોખરે છે. તેઓશ્રી પિતાની અપ્રતિમ વિદ્વતા અને વિપુલ સાહિત્યસર્જન શક્તિથી લઘુ શ્રીહરિભદ્રાચાર્યજી તથા દ્વિતીય શ્રીહેમચંદ્રાચાર્યજી તરીકે પ્રશંસાને પામ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેમના જેવી તાકિક મહાનવિભતિ જૈન સમાજમાં પ્રગટી દેખાતી નથી. તેઓશ્રીએ પ્રાકૃત સંસકૃત-ગુજરાતી અને મિશ્ર ભાષામાં ગદ્ય-પદ્ય ને ઉભય શૈલીમાં લગભગ ૩૦૦ જેટલા ગ્રન્થ રચેલા છે. જેમાંના કેટલાક અપ્રસિદ્ધ છે ને મોટા ભાગના અપ્રાપ્ય છે.
કલિકાલ સવા શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય મહારાજ પછી જૈન સમાજે વિપુલ સાહિત્યના સર્જનકાર અને નવ્ય ન્યાયના પ્રખર વિદ્વાન તરીકે, બીજા તિરની ગુજરાતને ભેટ આપી છે.
તેઓશ્રીનું સ્વર્ગગમન વિ. સં. ૧૭૪૩ માં (દર્ભાવતી) ડભાઈ (છ વડેદરા) મુકામે થએલું, જ્યાં તેમની પુનિત પાદુકા સંવત ૧૭૪૫ થી વિદ્યમાન છે. તે પાદુકાસ્થાને નૂતન ગુરુમંદિરની રચના કરવામાં આવી છે. તેની પ્રતિષ્ઠાના શુભ પ્રસંગે સં. ૨૦૦૯ના ફાગણ વદિ સાતમ-આઠમ તા. ૭-૮, ૩–૫૩ ના રોજ “શ્રીયશોવિજયજી સારસ્વત સત્ર” રૂપે એક મહત્સવની ચેજના કરવામાં આવી છે.
આ પ્રસંગે ભારતવર્ષના અને ખાસ કરીને બહદુ ગુજરાતના વિદ્વાને એકત્ર મળે . અને પરસ્પર સમ્યગૂ જ્ઞાન ગણી કરે એવી સમિતિની હાર્દિક ઈરછા છે.
આ સારસ્વત સત્રમાં હાજર રહેવા તેમ જ આ પ્રસંગને અનુરૂપ એક નિબંધ મોકલવા આપશ્રીને નમ્ર વિનંતિ છે.
આ નિબંધે ચગ્ય સમયે પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવામાં આવશે.