________________
G
મ
wwwwwwwwwwwwwwwwww
વધ-જન” પત્રમાં ગુણાનુવાદ ઉત્સસ અથે પ્રગટ થએલી તવી નોંધના ઉતારે.
ઉપાધ્યાયજીનું સ્મારક જૈન સરકૃતિના છેલ્લા મહાન તિર્ધર ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજને ગુણાનુવાદ મહત્સવ ગત મૌન એકાદશીના દિવસે મુંબઈ ખાતે સુંદર રીતે ઉજવવામાં આવ્યો.
સવ અગાને સ્પર્શતુ તેઓશ્રીનું સાહિત્યસર્જન એ જેનસસ્કૃતિના મહામૂલા વારસાનું એક અપૂર્વ અંગ છે. બાળ જીવથી માંડીને વિઠવગને રૂચે તેવી તેઓશ્રીની અનેક કૃતિઓ છે. અને સૌ કોઈ તેઓશ્રીની જ્ઞાનગંગાને લાભ લઈ શકે તે માટે તેઓશ્રીએ સંસ્કૃત, પ્રાત, ગુજરાતી અને કવચિત મારવાડી ભાષામાં પણ સાહિત્ય લખ્યું છે. તેઓશ્રીની અપૂર્વ સાહિત્યસેવાને વાસ્તવિક ખ્યાલ આપણા વિદ્ધવર્ગમાં પણ જોઈએ તેટલા પ્રમાણમાં નથી. આમ જનતા તે તેઓશ્રીની સાહિત્ય-સેવાથી ભાગ્યે જ પરિચિત હશે
જેને સંસ્કૃતિના એક મહાન જોતિધરથી જૈન સમાજ પણ પૂર્ણ પરિચત ન હૈય તે આપણા માટે અયોગ્ય ગણાય.
મુંબઈ એ આવી ચમકતી વિભૂતિને બહાર લાવવા માટે સુપ્રયાસ કર્યો છે તે ખરેખર અભિનંદનને વિષય છે. મુંબઈના આ મહોત્સવ બે દિવસને માત્ર જલસો બની ન રહે પરંતુ તેમાંથી કંઈક સમિ પરિણામ આવે તે માટે મહત્સવ કમિટિએ એક સમિતિ નિયુક્ત કરી જે રચનાત્મક કાર્યની શરૂઆત કરી છે તે ખરેખર અભિનંદનીય છે.
આ કમિટિએ ઉપાધ્યાયજીને અને ત્રણ પેજના કરી છે અને શરૂઆતમાં ડભોઈ કે જ્યાં તેમાંથી સ્વર્ગવાસ પામ્યા હતા. ત્યાં સુયોગ્ય કળાયુક્ત સ્મારક ઉભું કરવા તેમજ શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ સર્વાગ સુંદર એક જીવનચરિત્ર તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે અને વધુમાં ત્રીજી યોજનામાં ઉપાધ્યાયની સર્વ કૃતિઓ શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ કરવાનું પણ નિર્ણય કર્યો છે.
મુંબઈના આ નિર્ણયને અમે આવકારીએ છીએ. અને ઈચ્છીએ છીએ કે ડભોઈનું સ્મારક કે ઉપાધ્યાયજીનું જીવન-ચરિત્ર તૈયાર કરીને કમિટિ બેસી ન રહે, ઉપાધ્યાયને વાસ્તવિક પરિચય તે તેઓશ્રીની અમૂલ્ય સાહિત્યસેવામાં રહેલો છે. તેઓશ્રીનું તમામ સાહિત્ય તે આજે ઉપલબ્ધ નથી. પ્રાપ્ત થએલ સાહિત્યમાં પણ કેટલુંક ત્રુટક છે અને ગુટક ભાગને જૈન સાહિત્યસેવીઓએ પૂર્ણ કરવાના પ્રયાસ પણ કર્યો છે, પરંતુ આ કાર્ય એટલું ભગીરથ અને વિશાળ છે કે તે માટે છૂટાછવાયા થએલ પ્રવાસે બસ નથી. આ માટે તે સામુદાયિક પ્રયાસ, પૂર્ણ ઉત્સાહ અને ઊંડી જનાપૂર્વક કરવા ઘટે. મુંબઈની કમિટિ આ વસ્તુને પુખ્ત વિચાર કરે અને પોતે શરૂ કરેલ મહત્વનું કાર્ય યશપૂર્વક પાર પાડવામાં સફળતા પ્રાપ્ત કરે તેમ અમે ઈચ્છીએ છીએ.
મુંબઈખાતે ઉજવાએલ આ મહત્સવના પ્રાણદાતા ઉપાધ્યાયજી ધર્મવિજયજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન મુનિ મહારાજશ્રી યશોવિજયજી મહારાજને અમે આ તકે ભૂલી શક્તા નથી. તેઓશ્રી ડભોઇના જ છે અને ઉપાધ્યાયશ્રીનું સ્વર્ગગમન પણ ડભોઈમાં જ થયું છે. મહત્સવ સમયના ભાષણમાં તેઓશ્રીએ કહ્યું છે તેમ ઉપાધ્યાયજીને અંગે કંઈક કરી છૂટવાની તમન્ના તેઓશ્રીના દિલમાં ઘણા સમયથી જાગી હતી. અને એ ભાવનાને આજે મને સ્વરૂપ મળતું જોઈ તેઓ આનંદ પામે છે. અને સાથોસાથ આપણે ઇચ્છીએ છીએ કે પિતાનું સિદ્ધ થતું સ્વપ્ન પાર પાડવામાં તેઓશ્રી પૂર્ણ સહકાર આપતા રહે.