________________
ગ્રજોના ભિન્નભિન્ન ભાષામાં અનુવાદ કરાવી તેઓશ્રીના સાહિત્યને પ્રચાર કરે તે મુંબઈ એટલે કે મુંબઈની કેઈ પણ પ્રકાશક સંસ્થા ધન્યને અમર બની જશે. મુંબઈ પહેલ કરે, નક્કી કરે, તે દસ વરસમાં ઘણું કરી બતાવશે. તે સિવાય શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય મહારાજ માટે ઘણું કરવાનું છે છતાં તે અંગે તે કંઈક થયું છે. પણ અગાઉ કહેલી શ્રીમદ્દ હીરસુરિજીના રથૂલ સ્મારકની બાબત પુનઃ ભૂલાઈ ન જાય, માટે શ્રીયુત ભાઈચંદ ભાઈ વગેરેને સુચના કરું છું. ને ઉપાધ્યાયજી મહારાજ માટેના સ્મારકની જવાબદારી આપણી સહીયારી લઈએ છીએ તેને ખ્યાલ આપું છું. અને શ્રી વિજયદેવસૂરિજી મહારાજના જીવનચરિત્રને ગૂર્જર અનુવાદ તૈયાર કરવાની સુચના થતાં તેને પણ નિર્ણય લેવાયે.
બાદ અધ્યક્ષપદેથી પૂ. આચાર્યદેવે પિતાના જાણપણની કેટલીક હકીકત જણાવી તેઓશ્રીની પાદુકા પાસે ભૂતકાળમાં બનેલા અદ્દભુત ચમકારાની બાબત જણાવી હતી. સ્વ. શ્રીમદ વિજયાહનસુરિજી મહારાજને તેમના ગ્રન્થ પર કે પક્ષપાત હતો તેની યાદ આપી ઉપાધ્યાયજીને વર્તમાનને પણ જાગતો મહિમા કહ્યો હતો. પ્રતિમાશતક ન્યાયના પાનાં કેવી રીતે મળ્યાં તેની રસિક હકીકત કહી, અન્યદર્શનના ગ્રથિ પર ટીકા કરી તેનું કારણ એ કે-ઇતરના ઘરમાં પ્રવેશી તેની જ અસત માન્યતાઓનું તેના જ વચનો દ્વારા નિરસન કરવાનું હતું ને તે કામ તેઓશ્રીએ બરાબર પાર પાડ્યું છે. ડભોઈના સંધની તેમના પ્રત્યેની ભક્તિ અને તેમના જ નામધારી અહીં બેઠેલા મુનિ થશેવિજયજીની તેમના પ્રત્યેની અપાર શ્રદ્ધાને કારણે આ ઉત્સવનું આયોજન, ને લાભ સહુને તેમણે અપાવ્યું છે. બાદ ગુરૂદેવની છબીને સહુએ હાથ જોડ્યા પૂ. મહારાજશ્રી તરફથી તેમના નામનો જાપ કરવાની સૂચના થઈ.સભાની પૂર્ણાહુતિમાં સમિતિના સે. શ્રીદીપચંદ શાહે સહુને આભાર માનતાં મહારાજ શ્રીયશોવિજયજીએ ઘણું જ પરિશ્રમ ઉઠાવીને આપણને અભૂતપૂર્વ જે લાભ આપી, મુંબઈ જે મહાપુરૂષને ઓછું જાણતું, સ્વ. ઉપાધ્યાયજી જેઓ એક મહાન તિધર થયા, તેને સચોટ ખ્યાલ આજે સહુને આપે છે. તે માટે પાટ પર બિરાજતા પૂજય ગુરૂદેવને તથા વકતાઓ, સભાજનો અને ડભોઈ જૈન સંઘ કે જેમણે ઉપાધ્યાયજીની છબી એકલાવી તે બધાયને આભાર માન્યો હતો. વિદાયગીત ગાઈને જયનાદો વચ્ચે સમા વિસર્જન થઈ.
ઉપાધ્યાયજીનું સાહિત્ય પ્રદર્શન રવિવાર સુધી દર્શનાર્થે રાખવામાં આવ્યું છે. દશમે બપોરે સ્વ. શ્રીમદ્દ યશોવિજયજીત નવપદ પૂજા જાણીતા ગવૈયા શ્રી દેવેન્દ્રવિજયે ભણાવી ભારે રંગ જમાવ્યો હતો. રાતના બને દિવસે રાત્રિજાગરણ, ભાવના ને ધૂન જમાવી હતી. સુજસવેલીના આધારે કહેવાએલું સ્વર્ગસ્થનું વિગતવાર જીવન આગામી અંકે.
પવિત્ર પુરૂષ કેને કહેવાય? शुचीन्यप्यशुचीकर्तु, समर्थेऽशुचिसम्भवे । देहे जलादिना शौच-भ्रमो मूढस्य दारुणः ॥ यः स्नात्वा समताकृण्डे, हित्वा करमलज मलम् । पुनर्न याति मालिन्यं, सोऽन्तरात्मा परः शुचि ॥ ઉપા. પ્રાયવિજયજી]
[શાનકાર