________________
૫. 3. શ્રીયશોવિજ્ય ગુરુમંદિર પ્રતિષ્ઠા
અને
શ્રીમદ્દ યશોવિજયસારસ્વત સત્રને હેવાલ
હવે અહીંથી જે હેવાલ કે હકીક્ત પ્રગટ થાય છે, તે ઉભયકાર્યનું બીજ ક્યાં કયારે પાયું, તે અંગે શું શું પ્રવૃત્તિઓ થએલી, અને બે વરસને અને તેનું કેવું ફળ આવ્યું, તેને સળંગ હેવાલ પ્રગટ કરવામાં આવે તેજ ખબર પડે. અને બીજી વખતે આવી કઈ પણ ઉજવણુ કરવી હોય ત્યારે, આવી નેંધો ને હકીક્તને બહુ જ સરળતાથી ઉપયોગમાં લઈ શકાય. વળી આવો ઈતિહાસ ગ્રન્થસ્થ થાય તે સદાને માટે સચવાઈ રહે. જાણકાર અને નહીં જાણકાર બનેને એક જ સ્થળે સંપૂર્ણ સળગ સામગ્રી જાણવાની મલી જાય. આવી અનેક સજજનાની વિનંતિથી આખો હેવાલ અહીં રજૂ કરવામાં આવે છે. આ હેવાલની ઓછી વતી હકીકતો મુંબઈ અમદાવાદ, પુના, ભાવનગર, વડોદરા વગેરે અનેક સ્થળના જુદી જુદી ભાષાઓના પત્રમાં પ્રગટ થઈ હતી. એમાં ખાસ કરીને સહુથી વધુ માહિતી જાણીતા “જૈન” પત્રમાં પ્રગટ થઈ હતી; તેથી તેના હેવાલને મુખ્ય રાખીને બધી હકીક્ત પ્રગટ કરી છે.
સંપાદક –નાગકુમાર ના. મકાતી
જસુભાઈ મ. જૈન મંત્રીઓ, ભૂતપૂર્વ સત્રસમિતિવડોદરા