________________
આવીને વસ્યા હતા અને તે કાળની હિજની રાજકીય પરિસ્થિતિને બરાબર અભ્યાસ કરી અમદાવાદમાં સત્યાગ્રહાશ્રમ કાઢી સત્યાગ્રહીઓની એક ટુકડી તૈયાર કીધી હતી. તેને પ્રસંગ આવતાં બારડેલી, ચંપારણ્ય વગેરે સ્થળે ઉપગમાં આણું તેણે ખાત્રી કરી લીધી હતી કે હિન્દની બ્રિટિશ સરકાર સામે માથું ઉંચકવાનો પ્રસંગ આવે તે તે ઉપયોગી થઈ પડે એમ છે. છેવટે સને ૧૯૧૯ની સાલમાં વિશ્વયુદ્ધનો અંત આવ્યા પછી તેમાં ભાગ લેનારા કેટલાક પંજાબી યુવાને ઉપર જલીયાંવાલા બાગ અમૃતસરમાં, એક લશ્કરી ટુકડીએ દરવાજા બંધ કરી દેળીબાર કરી અનેકના જાન લીધા હતા તે ઉપરથી એને બ્રિટિશ સરકારના ન્યાયીપણા વિષેને વિશ્વાસ ઉઠી ગયે હતું તેથી તેણે હિન્દી મહાસભામાં ઠરાવ પસાર કરાવીને સત્યાગ્રહની લડત ગેરકાયદે મીઠું પકવવા માટે અમદાવાદથી દાંડી સુધી પગપાળા પિતાની ટુકડી સાથે કૂચ શરૂ કરી હતી. ત્યારથી તે સને ૧૯૪૨ સુધી એવા અનેક પ્રસંગ બન્યા હતા. કે જે વખતે તેને અંગ્રેજ સરકાર સામે લડવું પડ્યું હતું અને તેમાં દેશમાંના અનેક સ્ત્રી પુરૂષોએ તેને મદદ આપી હતી અને અનેક દુઃખ સહન કર્યા હતાં. છેવટે સને ૧૯૪૨ થી ૧૯૪૪-૪૫ સુધી કારાવાસની યાતના સહન કરી હતી અને તેને અને હિન્દને સ્વાતવ્ય આપવાનું વચન મેળવ્યું હતું અને એમણે ધાર્યા પ્રમાણે સમસ્ત બ્રિટિશ હિન્દની રાજ્યસત્તા તે છે કે મહાસભાના કાર્યકર્તાઓના હાથમાં સોંપાવી શકયા નહતા તે પણ તેને ઘણે મોટે ભાગ સોંપાવી શક્યા હતા. આ ઈષ્ટ પરિણામ મેળવવામાં એમની અહિંસક લડત લડવાની નીતિ મેટે ભાગે મદદરૂપ થઈ હતી. આ પ્રમાણે અહિંસાધર્મ જેને આરંભથી તે એમના કાળ સુધી આધ્યાત્મિક ઉન્નતિ મેળવવામાં માત્ર વ્યક્તિગત અને સામાજીક જીવનમાં સુધારો કરવામાં ઉપયોગ થતું હતું, જેને સામાન્ય સમૂહમાં પ્રચાર અશોક અને કુમારપાળ જેવા રાજ્યસત્તાને ઉપયોગ કરીને કરી શક્યા હતા તેને ઉપયોગ એમણે પિતાના આધ્યાત્મિકબળને આધારે જનસમૂહ ઉપર એક મહાન કાબુ મેળવી એક મહાન પરકીય રાષ્ટ્રના પ્રતિનિધિઓ સામે બંડ ઉઠાવવામાં કર્યું હતું. તેની આન્તરરાષ્ટ્રીય અસર એ થઈ છે કે તે ધારણ ઉપર રાજકીય લડત ઘણા દેશમાં થઈ ગઈ છે અને હજી પણ થાય છે. આ પ્રમાણે એમણે અહિંસા ધર્મને ઉપયોગ એક રાષ્ટ્રની પરકીય રાષ્ટ્ર સામેની રાજકીય લડતના ક્ષેત્રમાં કરીને તેનું ક્ષેત્ર વિશાળ બનાવ્યું હતું ૮. આધુનિક સંસ્કૃતિમાં તેનું સ્થાન
સને ૧૯૩૯થી ૧૯૪૫ સુધી બીજા વિશ્વયુદ્ધને લીધે યૂરોપ, એશિયા અને આફ્રિકામાંના કેટલાક દેશમાં એટલી મેટી મનુષ્યની સંખ્યા અને એટલી વ્યવહારોપયોગી સામગ્રીને નાશ થયા હતા અને વિશેષ કરીને જાપાનમાંના હિરોશિમા અને નાગાસીકી શહેરા ઉપર અમેરિકન લશ્કરે આશુમ્સ નાંખ્યા હતા તેને લીધે એટલું તાત્કાલિક નુકશાન તે શહેરેની નિપ વસ્તીને પણ થયું હતું અને તેનાં રહીએએકટીવ કિરણની અસર એટલી ચિરસ્થાયી નિવડી છે કે તેથી આખા જગતમાં
૧૦