SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ અને ગંભીર સ્વાદુવાદ-વચન-સિદ્ધાન્તની રચના એ આગમ (૪૫)ના જ એક વિભાગરૂપે છે. અને તે અતિ કઠિન છે. આને લાભ કઈ ધીર પુરુષ જ ઉઠાવી શકે તેમ છે. (૧-૨) જેમની પશાચ-રચનારૂપી ચંદ્રિકા શીતલ, પરમ આનંદને આપનારી, પવિત્ર, વિમળ–સ્વરૂપ અને સાચી છે, અને તેથી સિકજને તેનું હશે હશે વન–પાન કરે છે. (૩) : . - ૬૪. ઉપાધ્યાયજી નય-પ્રમાણ, નિક્ષેપ–સપ્તભંગી આદિ સિદ્ધાન્તોની ગહનતા ને આમૂલચૂલ ખૂબીઓનું આઠ પાન કરી ગયા હતા એમ એમની કૃતિઓ જેનારને લાગે છે અને તેથી જ સહસા પ્રવચનના લઘુ અવતાર જેવા હોય તેવો ભાસ ખડે કરે છે. (માટે જ તેમને મુતકેવળી તરીકે બિરદાવ્યા છે. તે બરાબર ઘટે છે) આજે પણ તેમનું વચન ટંકશાલી ગણાય છે ને “ઉપાધ્યાયની સાખ એટલે આગમસાખ' એવી પ્રસિદ્ધિ પણ વત છે. વળી, કવિએ તેમની કૃતિઓને કઠિન કહી છે તે ખાટું નથી. તેમની નય–ન્યાયને પ્રમાણદિની શૈલીથી ભરપૂર સંસ્કૃત-પ્રાન કૃતિઓ પ્રાણા અને પ્રતિભાશાળી મતિમાન પુરુષોથી ગ્રાહ્ય થાય તેવી ગહન અને તાસ્તિક વિચારોથી ભરપૂર છે. તેની કઝિન્યતા અનુભવ આજના વિદ્વાનને પણ થાય જ છે. વળી, એમની વાણી કાઈ નયથી અધુરી નથી અર્થાત સમયન-દષ્ટિબિન્દુઓથી વ્યાપક છે. એ વાત પિતે જ શ્રીવિનયવિજયજીએ અધૂરા મહેલા શ્રીપાળદાસને પૂર્ણ કરતાં એક હાળને અને લખે છે કે-વાણી વચક જસતણી, કાઈ નયે ન અધુરી રે ૬૫. તેમની શારચના અને અન્ય કૃતિઓનું શું મહત્વ છે. એના પર તે એક એક મહાનિબંધ લખી શકાય તેમ છે. એક એક નિબંધ પીએચ. ડી. ની ગરજ સારે તે બને. પણ એમના કવન ઉપર સ્વતંત્ર જીવનચરિત્ર લખાય ત્યારે જ છૂટથી લખી શકાય. ૬૬. તેમના વર્ગગમન બાદ ૨૫૦ વરસથી બાલથી ગૃહપતિ, નિરક્ષરથી સાક્ષર પત, આત્માથી ગૃહસ્થ અને સાધુ સહુના ઉપર તેમને અસાધારણ ઉપકાર છે. આત્માને પરમાનંદ આપનારી તેમની શીતલ કૃતિઓએ જ જૈનસંધમાં ધર્મશ્રદ્ધાનાં મૂળ ઊંડા નાખ્યાં છે. ને દાપણે ટકાવી રાખ્યા છે. કૃતિઓમાં આધુનિક માનવીના અંતરમાંથી ઊઠતા સહાનું નિરાકરણ કરવાની સઘળી સામગ્રી ગોઠવાયેલી છે. તેમની કૃતિઓને અભ્યાસ કરનારના અંતઃકરણમાં શ્રીજિનશાસન અને તેની પવિત્રતમ સઘળી મર્યાદાઓ પ્રત્યે અવિચળ શ્રદ્ધા પેદા થાય છે. દરેકને પિતાના પશમ પ્રમાણે તેમાંથી પવિત્રધર્મની પ્રેરણા મળે છે, તેથી તેમની કૃતિઓને વધુ પ્રચાર-અધ્યયન-અધ્યાપન વધે એ માટે એક સંગીન અને સક્યિ પ્રયત્ન થાય એ બુદ્ધિવાદના જમાનામાં અતિ ઉપગી છે. આપણી ભાવિ પ્રજાને અધર્મના માર્ગે જતી બચાવી લેવા, અને ધર્મમાર્ગમાં રિથર કરવા માટે અર્થક ઉપાય છે. જડવાદના ઝેરને નાશ કરનારું રામબાણ ઔષધ છે. આજે પણ તેમની વાણી? અમર છે. અને ભવભીર આત્માઓ તેના આલંબનથી ભારે કલ્યાણ સાધી રહ્યા છે. અન્ય ગઇ અને પક્ષવાળાઓ પણ તેમની વાણીનું વ્યાખ્યાનો, પ્રવચને ને પુસ્ત દ્વારા ભારે સકાર, સમ્માન ને પૂજન કરી રહ્યા છે. એ વાણી આજે પણ હશે હેરિ સર્વત્ર ગવાઈ રહ્યો છે એમની કૃતિઓ એવી રસપૂર્ણ છે કે ભણનારને ખૂબ જ રસાલાદ ઉત્પન્ન કરે. • •
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy