________________
૧૪ વળી, તેઓશ્રી જૈનશાસનના યશની વૃદ્ધિ કરનાર, સવસમય એટલે પિતાના સિદ્ધાંતના અને અન્ય મતે ને શાસ્ત્રોના દક્ષ–જ્ઞાતા હતા. તે ઉપરાંત તેમનામાં બીજા સેંકડો-લાખો અનોખા સદગુણ હતા કે એથી તેમને કોઈ જ પહોંચી શકે તેમ ન હતું. (૫)
તેઓ ચાલી શારદા (મૂછાળી-સરસ્વતી)ના બિરુદથી સારી રીતે જાણીતા થયા હતા અને જેણે બાળપણમાં લીલામાત્રથી (અલ્પ પ્રયાસથી) દેવતાના ગુરુ બહસ્પતિ જેવાને પણ જીતી લીધેલા હતા. (૬)
ગૂજર-મૂનિના શણગાર રૂપ કિને નામે ગામ છે, ત્યાં “નારાયણ એવા નામવાને વ્યવહારિ (વણિક) વસતે હતો. ().
તેને ૧ ભાગ નામની ગૃહિણી હતી, અને તેઓને ગુણવંત પુત્ર નામે જસવંત કુમાર હતું, જે પુત્ર ઉમ્મરમાં લઘુ હોવા છતાં બુદ્ધિમાં અગ્રણ-મહાન હતા. (૮) .
વ્યક્તિઓને “શ્રનકેવળી' ની ઉપમા આપવામાં આવતી હતી. કારણ કે તેઓ સંપૂર્ણ શાસ્ત્ર-દિઓને જાણવાવાળા હોય છે. સર્વજ્ઞ ન હોવા છતાં સર્વશના જેવી જ પદાર્થોની વ્યાખ્યાને કહેનારા હોય છે. આવા મુકેવલીની યાદ શ્રી શેજિયજીએ પિતાના જ્ઞાન દ્વારા કરાવી. એટલે કવિને કહેવા આશય એ છે કે સેંકડો વર્ષોમાં (અથવા છ શ્રુતકેવલી પછી) આ મહારાની પુરુષ થયે નથી આ શુતકેવલીનું આ પણ એકલા કવિએ જ કર્યું છે એમ નહીં, પરંતુ એમના જ સમકાલિક અને પરિચિત થયેલા શ્રીમાનવિજયજી ગણિએ પિતાને સં. ૧૭૩૮માં રચી પૂર્ણ કરેલ “ધર્મસંગ્રહ’ નામને ગ્રન્થ કે જે ખુદ શ્રીયશોવિજ્યજીએ સંખ્યા હતા, તેની પ્રશસ્તિમાં જણાવે છે કે –
तर्क-प्रमाण-नयमुख्यविवेचनेन, प्रोबाधितादिममुनिश्रुतकरित्वाः ।
चकुर्यशोविजयवाचकराजिमुख्याः, प्रन्येऽत्र मय्युपकृति परिशोधन चैः । –તક, પ્રમાણ અને નયની પ્રધાનતાવાળા વિવેચન વડે પ્રાચીન મુનિઓનું શ્રુતકેવલપણું પ્રગટ કરી બતાવ્યું છે (એટલે કે પિતાની જ્ઞાનપ્રતિભાથી બતાવી આપ્યું છે કે અગાઉના કેવલીઓ આવા અગાધ જ્ઞાની હતા) એવા, અને વાચકસમલમાં મુખ્ય શ્રીયશોવિજયજીએ આ ગ્રંથમાં પરિશાધનાદિ કરવા વડે મારા પર ઉપકાર કરે છે. બીજી રીતે ઘટાવાએ તે અન્તિમ વળીની માફક આ
“અન્તિમ કૃપારગામી' હતા, ત્યાર પછી આ પુરવ પાકયો નથી. ૭. “સમય' એ સંસ્કૃત શબ્દ છે તેને ગુજરાતી અર્થ સિદ્ધાન્ત-શાસ્ત્ર થાય છે. ૮. સાંખ્ય, યોગ, વેગેષિક, ન્યાય, વેદાન્ત, બૌદ્ધ વગે. ૯. જાણે સાક્ષાત સરસ્વતી જ ધારી શ્રી વિજય રહી છે કે શું? ૧૦. કનાડુ-એ કલેલ પાસે નહિ પણ કુશગેરથી ૧ર ગાઉ અને ધીરજથી ત્રણેક ગાઉ ઉપર છે
શ્રીયુત મા. દેસાઈએ કલ પાસે લખેલું છે તે બરાબર નથી. ૧૧ સૌભાગ ૨-દેવીના અર્થમાં “' વપરા છે..