________________
૧૫
સહિત ગ્રીનવિજ્યજી મહારાજ આગ્રાથી અનુક્રમે ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા તેમજ માગમાં પણ (શ્રીય વિજયજી મહારાજ) અનેક પંડિત સાથે શાસ્ત્રાર્થ કરતા કરતા જૈનપુરી સરખા રાજનગર (અમદાવાદ)માં પધાર્યા. . .
. (૨૩) શ્રીનવિજયજી મહારાજે અમદાવાદ આવી હપૂર્વક નાગરીશાળામાં એટલે નાગરી સરાઈ નામને લતો કે જે (અત્યારે પણ રતનપાળ) ઝવેરીવાડમાં મધ્યભાગે આવેલ છે ત્યાં ઉપાશ્રયમાં સ્થિરતા કરી. તે વખતે શ્રીયશોવિજયજી મહારાજ અનેક શાસ્ત્રોના વાદવિવાદ કરનારા પંડિતના સમુદાયમાં ઘણું આદરમાન પામ્યા, કારણ કે કઈ પણ દર્શનને વાદી જૈનદર્શન સંબંધી વાદ કરવા આવે તો તેઓ તેને શાસ્ત્રની યુક્તિપ્રયુક્તિઓથી તેમજ ન્યાયશારોની પરિપાટી પ્રમાણે એવું સરસ સમજાવતા કે જેથી વાદી જૈનદશની ખામી દર્શાવી શક્તા નહિ, અને ઉપાધ્યાયજીએ દર્શાવેલી યુક્તિઓનું રહસ્ય સમજીને અત્યંત સંતોષ પામતા.
(૨૪) આ વખતે અમદાવાદમાં સંદ્દગુણી જનેના સદ્દગુણને સન્માન આપનાર હોવાથી ગુણરસિક અને પ્રજાજનું હિત કરવાની મતિવાળા એ મહાબતખાન નામે વડે રાજ્યાધિકારી (સૂ) રહેતું હતું. તેની નજર નીચે જ અમદાવાદ જિલ્લાનું સર્વ રાજતંત્ર ચાલતું હતું. તે મહાબતખાનની રાજસભામાં શ્રીયશોવિજયજીના ધર્મશાસ્ત્રના અથાગ જ્ઞાનની અને અત્યંત બુદ્ધિ વૈભવની પ્રશંસા થઈ આ સાંભળીને મહાબતખાનને પણ એવા બુદ્ધિશાળી ધર્મસંન્યાસીને મળવાનું અને તેમને બુદ્ધિવૈભવ સાક્ષાત્ નજરે જોવાનું મન થયું. તેથી પિતાને અભિપ્રાય રાજસભામાં બેસનારા અગ્રગણ્ય શ્રાવકે વગેરેને જણાવતાં તેઓએ સભામાં પધારવાની શ્રીયશવિજયજી મહારાજને વિનંતિ કરી. આથી ગુરુમહારાજે પણ, સકારણ રાજસભામાં જવાથી શાસનની પ્રભાવના થશે એમ જાણ, રાજસભામાં જવાની આજ્ઞા આપી. રાજ્યાધિકારીઓ પણ શ્રીજશવિજય મહારાજના પધારવાની વાત જાણી અત્યંત રાજી થયા. રાજસભામાં મુનિ મહારાજને ચગ્ય સ્થાને બેસવા વગેરેની સર્વ સગવડ કરી..
(૧પ) શ્રીયશોવિજ્યજી મહારાજે અગ્રગણ્ય શ્રાવકના સમુદાય સહિત રાજસભામાં જઈને રાજ્યાધિકારીની વિજ્ઞપ્તિથી ત્યાં સભામાં સર્વ સભાજનો સમક્ષ પોતાની બુદ્ધિના બળથી અઢાર અવધાન કરી બતાવ્યાં, કે જેમાં ૧૮ સભાજનેની દરેકની જુદી જુદી વાત * (એટલે એક જણની અનેક વાત તેવી ૧૮ જણની ઘણું વાત) યાદ રાખીને દરેકની વાત
અનુક્રમે સંભળાવી દેવાની હોય છે એવા પ્રકારનાં ૧૮ અવધાને કરી બતાવ્યાં. તેમનું આવું બુદ્ધિબળ જોઈને રાજ્યાધિકારી મહેબતખાન બહુ જ રાજી થયે. . (૨) ત્યાર બાદ હર્ષ પામેલ મહાબતખાન રાજ્યાધિકારીઓ હર્ષ વડે શ્રીયશવિજયજી મહારાજનું ભવ્ય ઉત્સવાદિપૂર્વક સન્માન પણ કર્યું. આ પ્રમાણે અમદાવાદમાં શ્રીયશવિજયજી મહારાજે શ્રીજૈનશાસનની ઘણું ઉત્તમ પ્રભાવના કરી અને જેઓ જૈનધર્મ શું ચીજ છે તે બિલકુલ સમજતા નહતા તેવાઓને પણ જૈનધર્મ પણ એક ઉત્તમ ધર્મ છે