________________
૧૫૮ લીધા હતા. તેમના શિષ્ય લાભવિજ્ય વ્યાકરણચૂડામણિ હતા. અકબર બાદશાહને મળવા શ્રીહીરવિજયસૂરિ પિતાના ૧૩ સાધુઓ સાથે ગયેલા તે પૈકી એક હતા.
આ પંડિત શ્રીલાવિજ્યજીના-શ્રીજીતવિજ્ય અને શ્રીનવિજ્ય, જે વાચક શ્રીયશવિજ્યના અનુક્રમે કાકગુરુ અને ગુરુ હેઈ તેમના ઉપર એકસરખે શિષ્યભાવ રાખી કાશીના અભ્યાસ માટે પ્રબંધ કરેલો, જેને સ્વીકાર તેઓ “કાવ્યગુણપયય રાસ” બેસાડી ત્રણ ગાથાના સ્તવન' વગેરેમાં ઉપકાર સાથે કરે છે. આથી શ્રીવિનયવિજય, જેઓ શ્રીહીરવિજયસૂરિના શિષ્ય કીતિવિજયના શિષ્યને યશોવિજયજીના કાકાગુરુ હોવાની અને સાથે કાશીમાં અભ્યાસ કરવા જવાની ઘર કરી બેઠેલી માન્યતા ટકી શકતી નથી.'
• આની વિશેષ ચર્ચા આગળ અમે વાચક શ્રીયશોવિજયજીના કાશી અભ્યાસકાળની આલોચનામાં કરીશું. જો કે આ વિશેની કેટલીક વિચારણું અમે અમારા અગાઉના લેખમાં તે કરી જ છે.
આટલી પૂર્વ ભામિકા પછી હવે આપણે એમની મુખ્યત્વે ગુજરાતી કતિઓની સાલવારી તપાસીએ. એમના ગુજરાતી સાથે-સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથે લઈએ તે કાલક્રમે ચાર
ભાગ પડે છે.
(૧) કાશીમાં અભ્યાસ કરવા જતા પહેલાંના છે.
(૨) કાશીમાં અભ્યાસના પરિણામે ન્યાયના બે લાખ લોકો યા ૧૦૦ ગ્રંથન્યાયના રચ્યા, જેના કારણે તેમને ભટ્ટાચાર્ય તરફથી ન્યાયાચાર્ય પદવી અપાઈપ તે તથા ત્યાં રહી અન્ય રચેલી કૃતિઓ તથા આગ્રામાં રહી કરેલી કૃતિઓ.
૧. “એતિહાસિક રાસસંગ્રહ ભાગ ૪. ૨. ગુરુ શ્રીવાભવિજય વડપંડિત, શ્રુતવ્યાકરણદિક બહુગ્રંથિ, નિત્યઈ ઃ મતિ લાગી
– દ્રવ્ય. ગુ ૫. રા. ગાથા. ૨૭૯) હેમગર સમ વડે શબ્દ અનુશાસન, શીસ તસ વિબુધવર લાભવિજયે – ૩૫૦ ગાથા સ્તર ઢાળ ૧૭ ગા. ૧૨) ૩. “સુરીશ્વર અને સમ્રાટ' પૃ. ૧૦૯.
૪. આ ચર્ચા અમે અમારા બીજા લેખમાં કરી છે. અહીં અમે બીજ પ્રમાણો રજૂ કરીએ છીએ. ઉપાધ્યાય વિનયવિજયના પિતાનું નામ તેજપાલ અને માતાનું નામ રાજશ્રી. તેમણે સં. ૧૭૧૦ ના
છ સુદ ૬ ને ગુરવારે શત્રુંજય ઉપર ઉગ્રસેન (આગ્રા) નગરવાસી એસવાલજ્ઞાનીય દશાખીય અને હાગેત્રીય સાઇ વર્ધમાન (શ્રી વાલ્લા) ના પુત્ર સા. માનસિંહ અને જીવણદાસ પ્રમુખ પુત્રાદિ પરિવારસહિત પિતાના પિતા (વદ્ધમાન)ના વચનથી તેના પુણ્ય માટે આ સહસ્ત્ર તીર્થ કરાવ્યું અને પિતાની જ પ્રતિકામાં પ્રતિષ્ઠિત કર્યું. તપગચ્છાચાર્ય શ્રીહીરવિજરિના પટ્ટધર આચાર્ય વિજયસનસરિના શિષ્ય વિજયદેવરિ અને વિજયપ્રભસરિની આજ્ઞાથી હીરવિજયસૂરિ શિષ્ય મહાપાધ્યાય શ્રીકીત વિજયગણિના શિષ્ય ઉપાધ્યાય વિનયવિજયે એની પ્રતિષ્ઠા કરી-આ લેખ ખરતરવસહી ટૂંકમાં શેઠ નરસી કેશવજીના મંદિરના ગર્ભાગારની બહારના મંડપ-૪૩ પંક્તિમાં તરે છે (જુઓઃ લેખકઃ ૩૨, પ્રાચીન લેખ સંગ્રહ ભા. ૨, શ્રી જિનવિજયજી સંપાદિત.),
૫. ન્યાયાચાર્ય પદ અપાવનાર આ સે ગ્રં યા તેને હજુ સુધી કાંઈ પણ પતે મળતા નથી,