________________
ઉપ
ગુરુજીએ પુત્રની માગણી કરતાં સાભાગ્યદેવીએ સહષ પાતાના ખાળક ગુરુજીને સમણું કર્યું અને તે દશ વષૅની બાલ્યાવસ્થામાં દીક્ષિત થયા. પછીનાં દશ વર્ષમાં વ્યાકરણ, સાહિત્ય અને ન્યાયમાં નિષ્ણાત બન્યા.
આ મહાતત્ત્વજ્ઞાનીની ને એમના વિશાળ સાહિત્યની પુણ્યસ્મૃતિ જાળવી રાખવી ડાય તે આપણે તેમનાં વચનામૃતેની સ્વાધ્યાય રૂપે ઉપાસના કરવી ઘટે છે. તેમજ તે સાહિત્યનું પ્રકાશન કરી તેના બહાળેા પ્રચાર કરી સસ્તું મૂલ્યે એવી જ્ઞાનગંગા વહેવરાવવી જોઈએ, જેથી આબાલ વૃદ્ધ ગરીબ યા તવંગર તેના સરખા લાભ લઈ શકે.
શ્રીમદ્ ઉપાધ્યાયજી શેડવિજ્યજી મહારાજશ્રીની વિદ્વત્તા અથવા પંડિતાઈ માટે જેટલું કહીએ તેટલું ઓછું છે. તેમનું પાંડિત્ય, તેમની કવિત્વશક્તિ, વાક્પટુત્વ, પદલાલિત્ય, અથગૌરવ અને રસ તથા અલંકાર તેમ જ પરપક્ષખડન અને નિજ પક્ષમડન તેમના બનાવેલા ગ્રંથામાં અનાયાસે દૃષ્ટિગોચર થાય છે. તેમના રચેલા અનેક ગ્રંથા તેમના જ્ઞાનની બહુ જ સારી રીતે સાક્ષી આપે છે. શાઓના વચનની અપેક્ષા શુદ્ધરીતે તે સમજતા હતા અને તેથી કરીને તેમનું વચન સપ્રમાણ ગણાય છે.
સંવત ૧૭૪૩ના મહા સુદ્ધિ પના રાજ ભેાઈ મુકામે ૮૦ વર્ષનું આયુષ્ય ભોગવી તેઓ સ્વર્ગવાસી થયા.
ટૂંકમાં, જે ઉત્તમ તક સંબંધી તીવ્ર બુદ્ધિએ કરીને સવ દનાને વિશે શિરામિણ પણાને પામેલા છે, જે તપગચ્છને વિશે અગ્રેસર છે, જેઓએ કાશીપુરીમાં પરહ'નીઓની મુખ્ય સભાને જીતીને જૈનધર્માંના ઉત્તમ પ્રભાવ વિસ્તાર્યું છે, જેઓએ તર્કશાસ્ત્ર, પ્રમાણુશાસ્ત્ર અને નયશાસ્ત્ર વગેરેનું વિવેચન કરી ઉત્તમ દર્શનશાસ્ત્રી તરીકે, ઉત્તમ પ્રકારના ભક્તકવિ તરીકે, ન્યાયના નિષ્ણાત તરીકે, પ્રકૃષ્ટ વ્યાખ્યાતા તરીકે અને સાધુસમાજના સુધારક તરીકે અને આદર્શો ધમ ઉદ્ધારક તરીકે જે નામના મેળવી છે તે સુવર્ણાક્ષરે અંકિત થઈ ચિરંજીવ રહેશે.
આવા મહાન મુનિની પુણ્યસ્મૃતિ અખ’પણે સાચવી રાખવા માટે શ્રીસારસ્વત સત્ર દ્વારા જે સમારંભ ચૈાજ્યેા છે તે પૂર્ણ યશસ્વી નીવડે એવી હાર્દિક પ્રાથના સાથે ચેાજકને અભિનંદન અર્પી આ લેખ પૂર્ણ કરું છું.