________________
૧૧૦
અને શુદ્ધ સંયમી છતાં ત્યારના અતિવિષમ સંગેને વશવર્તીને એકથી વધુ વખત માફીપત્ર લખી આપવાની ફરજ પડી હતી ! કેટલી હદે કાળબળ તેમનાથી વિરુદ્ધ હશે તેને ખ્યાલ આ ઉપરથી આવી શકશે. આચાર્યપદ મેળવી કેમ ન શક્યા?—
આચાર્યપદની પરિપૂર્ણ થતા તેમનામાં હતી. તેમની વાણી કઈ પણ નથી અધૂરી નથી એમ તેઓશ્રી પિતે ભારપૂર્વક અને અધિકારપૂર્વક કહે છે (વાણુ વાચક યશતણી કેઈ નયે ન અધૂરી રે) ભાષામાં અને સંસ્કૃતમાં, જ્ઞાનનાં સર્વ ક્ષેત્રને તેમણે ખેડચાં છે. આવી પરમવિભૂતિ આચાર્યપદથી કેમ અલંકૃત થઈ ન શકી? ત્યારની જનતાએ કેમ ઓદાસિન્ય રાખ્યું હશે? વગેરે પ્રશ્નો આશ્ચયભાવે ઉદ્ભવે તેવા છે. આમ થવામાં કેટલાંક કારણે વિચારી શકાય. એક તે એ કે એવી અંધકારમય પરિસ્થિતિને તેમણે ચલાવી લીધી નથી પણ તેમની કૃતિઓમાં ત્યારનાં પ્રત્યાઘાતી બળના તેમણે ઊધડા લીધા છે. બીજું, તેઓ જીવનના પાછલા કાળમાં આનંદઘનજી જેવા ગીર– કે જેઓ જનતાથી દુર ફેંકાઈ ગયા હતા–ના ભારે પ્રશંસક બન્યા હતા. આ કારણથી તે વખતની જનતા પર જેમનું પ્રચુર પ્રભુત્વ જામી ગયું હતું તેવાં બળે અંતરાયભૂત બની ગયાં હોય તેમ સંભવે છે. શ્રીમદ્દ યશોવિજયજી મહારાજની જેમ શ્રીમાન વિનયવિજ્યજી મહારાજ પણ આચાર્યપદને
ગ્ય છતાં તે પદ મેળવી શક્યા ન હતા. વર્તમાનમાં સામાન્ય જ્ઞાનવાળા સાધુને કે ગઈ કાલના દીક્ષિતને માટે આચાર્યપદ સુલભ બની ગયું છે, જ્યારે આવી મહાવિભૂતિઓને ત્યારના સંઘે ન સન્માની એ કાળબળની વિચિત્રતા જ સૂચવે છે. સહ-સંપ, એક્તા ને ઉદાર હૃદયને પ્રેરક પ્રસંગ
ખારા સમુદ્રમાં મીઠી વીરડી જે એક બનાવ પૂજા સાહિત્યમાં સ્મરણીય બની ગયે છે તેની નેંધ લેવી આવશ્યક માનું છું.
ઉપાધ્યાયજી મહારાજના નિર્વાણ પછી, આચાર્ય શ્રીજ્ઞાનવિમળસરિજીએ તેમજ ખરતરગરછના આભૂષણરૂપ આત્મજ્ઞાની મુનિ શ્રીદેવચન્દ્રજીએ ઉપાધ્યાયજી મહારાજના નામથી નવપદ પૂનાની રચના કરી છે. એ પૂજાની આદિમાં ભુજંગપ્રયાતવૃત્તમાં ૫. જ્ઞાનવિમલસૂરિજીએ દરેક પદની ટૂંકી સ્તવના કરી છે. એ પછી ઢાળમાં, દરેક પદની સ્તવના પૂ. દેવચંદ્રજી મહારાજે કરી છે અને ત્યાર બાદ શ્રીપાલરાસના ચેથા ખંડની અગિયારમી અને બારમી કાળજેના રચયિતા ૫. ઉપાધ્યાયજી મહારાજ છે-માંથી, પ્રત્યેક પદને યોગ્ય ભાગ અલગ અલગ દરેક પૂજામાં મૂકેલ છે. અંતમાં માલિનીવૃત્તમાં . જ્ઞાનવિમલસૂરિ મહારાજે અને કલશમાં પૂ. દેવચંદ્રજી મહારાજે પિતાનાં નામ વ્યક્ત કર્યા છે. ભિન્ન ગઠ્ઠના વિદ્વાને વરચેની આ હાર્દિક એક્તા અને ઉપાધ્યાયજી મહારાજ પ્રત્યેને આ બંને મહાત્માને અભાવ, સહદ સુંદર દષ્ટાંત પૂરું પાડે છે, જે સાંભળતાં આપણા હૃદયને અસર કરે છે.