________________
શ્રી. આનન્દઘનજી ઉપાધ્યાયજીને મળવા એકાકી ચાલી નીકળ્યા. એક ગામમાં ઉપાશ્રયમાં શ્રી. ચવિજયજી વ્યાખ્યાન વાંચે છે. સાધુઓ, યતિઓ, શ્રાવક શ્રાવિકાઓ એકચિત્તે શ્રવણ કરે છે. શ્રી. આનન્દઘનજી જીર્ણ-વધારી સાધુ, યતિઓ ભેગા એક બાજુ બેસી ગયા ને વ્યાખ્યાન શ્રવણ કરવા લાગ્યા. ઉપાધ્યાયજી અધ્યાત્મજ્ઞાન પર અસરકારક શૈલીમાં વ્યાખ્યાન કરવા લાગ્યા અને અનેક તર્કોથી અધ્યાત્મજ્ઞાન પરત્વે વિવેચન કરવા લાગ્યા. વ્યાખ્યાનની ઝડી વરસવા લાગી, શ્રોતાવર્ગ એકચિત્ત વ્યાખ્યાનરસમાં તલ્લીન બની માથાં ધુણાવવા લાગ્યા. સૌના મુખ પર આનંદ છવાઈ ગયો ને એકીઅવાજે બોલવા લાગ્યા–
વાહ! આપના જે અધ્યાત્મને ઉપદેશ દેનાર આ કાળને વિષે કઈ નથી. ઉપાધ્યાયજીએ આખી સભામાં પિતાના વ્યાખ્યાનની અસર શ્રોતાઓ ઉપર કેવી અને કેટલી પડી છે તે જોઈ લીધું. સૌ રસતરબળ બન્યા હતા–માત્ર એક જણ વરત્રધારી વૃદ્ધ સામાન્ય સાધુ તરફ તેમની દષ્ટિ જતાં તેને આ વ્યાખ્યાનથી વિશેષ પ્રમાદ થયે જણ નહિ, તેથી તેમણે પૂછયું: “હે વૃદ્ધ સાધુ! તે વ્યાખ્યાન બરાબર સાંભળ્યું? અધ્યાત્મજ્ઞાનના વ્યાખ્યા'નમાં તને સમજણ પડી કે?” શ્રી. આનન્દઘનજી બોલ્યા કે, “આપશ્રી અધ્યાત્મજ્ઞાનના વ્યાખ્યાનમાં શારાથી ઉત્તમ દક્ષતા દાખવે છે.” આ સાંભળીને ઉપાધ્યાયજી તેમના સામે જોઈ રહ્યા. ખૂબ વિચારને અંતે તેમનું નામ પૂછતાં તેઓશ્રી પિોતે જ શ્રી આનન્દઘનજી છે એમ જણાતાં તેમણે વિનયથી જણાવ્યું કે, મેં વિવેચન કરેલા શ્લોક પર આપ વિવેચન કરે.” આથી શ્રી આનન્દઘનજીએ ઉપાધ્યાયજીના અતિઆગ્રહવશ પાટ પર બેસી તે જ ક્ષુક પર વિવેચન કરવા માંડ્યું. ત્રણ કલાક વીતી ગયા તે જણાયા નહિ. શ્રોતાવર્ગમાં “આનન્દની લહરીઓ લહેરાવા લાગી. આનન્દઘનજીની નાભિમાંથી તન્મયપણે પરિણામ પામને જે શબ્દ નીકળતા હતા, જે રસ રેલાતું હતું, જે સ્પષ્ટીકરણ થતું હતું તેનું ઉપાધ્યાયજી બરાબર ધ્યાન રાખતા હતા. અધ્યાત્મ જ્ઞાનરસમાં જેમનું ચિત્ત પરિણમી ગયું છે, રામ રામ રંગાઈ ગયાં છે એવા શ્રી. આનન્દઘનજીના શબ્દમાં જ્ઞાન અને વિરાગની એવી ઉત્તમ છાયા છવાતી હતી કે જે અકૃત્રિમપણે– સ્વાભાવિક જણાતી હતી. તેની ‘ઉપાધ્યાયજી પર ખૂબ અસર થઈ. તેઓ પોતે પણ એ આનંદઘેનમાં ઘેરાઈ ગયા અને તે સમયે શ્રી. આનન્દઘનજીના સાચા આત્મદર્શનની ઝાંખી તેમને થઈ. અંતરમાં તેમના પ્રતિ પૂજ્યભાવ પ્રકટયો, નયનેમાં હતિરેક ઉભરા અને પ્રેમપૂર્વક સ્તુતિ કરી અને પરસ્પર ગુણાનુરાગારી જ્ઞાનગણી કરી. અધ્યાત્મજ્ઞાનની અસલિયત, તેનું પરિણમન અને પરિપાક અને પાત્રતા શ્રી. ઉપાધ્યાયજીને સમજાયાં અને પિતાને આ પ્રસંગ ધન્ય ઘડી જે લાગ્યો. અધ્યાત્મજ્ઞાનનું સાચું રહસ્ય તે તેને સ્વાનુભવ અને પચન છે, ને તે જ તે જીવન પલટાવનાર અને પ્રાંતે આત્મપલટણ સ્વભાવ પામીને રસમાં ઝીલી શકે અને કામ કાઢી જાય. અને મિત્ર જેવા ખૂબ આત્મજ્ઞાનાનંદ લુંટી છૂટા પડયા, પણ ઉપાધ્યાયજીની નસેનસમાં, • ઉપાધ્યાયજીના જીવન આસપાસ સારી નરસી અનેક દંતકથાઓ જોડાઈ ગઈ છે તે રીતે આ પણ એક દંતકથા છે. આની વારતવિક્તા માટે ચકાસણી કરવી રહી. સપાટ
હ