SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ शुद्धधर्मोपदेष्टा च, जैनशासनद्योतकः ॥ ध्यानिनामग्रणीर्मान्यो, भावचारित्रसाधकः ॥ २॥ अध्यात्मोद्धारकः पूज्यः, समवानन्दभाक् च यः ॥ आनन्दधनयोगीशः, जीयाद् भारतमण्डले ॥३॥ [ श्रीवुद्धिसागरजी ] મહામૈયા ભગવતી શારદાના ઉસંગે અતિ લાડથી પેલી બેલી મસ્ત બનેલા, કુચલી શારદનુપ વિરલ બિરુદ પામેલા, વારાણસીના ગંગા કિનારે દેવી શારદાને આરાધી પ્રકટ દર્શન અને વરદાન પામેલા, શિર્વાણ ગિરામાં ન્યાયતી આદિ ગૂઢ વિષ પર ૧૦૮ મહા આલેખી કાશીના પ્રકાંડ વિદ્વત્તાવાળા પંડિતે દ્વારા જેમને ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ પદ અર્પણ કરાયું છે એવા, ગુર્જર ભાષામાં અનેક ગહન વિષય પર સંખ્યાબંધ મહાગ્રંથના રચયિતા, જન્મથી સંસ્કારસંપન્ન, પ્રથમ થઈ ગયેલા પ્રભવાદિ છે શ્રુતકેવળી જેવા શ્રુતાગસંપન્ન કૃતધર, શતલક્ષ સક્શણી, શ્રુતજ્ઞાનસુરમણિ, સૂક્ષમદ્રષ્ટા, બુદ્ધિનિધાન, જ્ઞાનવારિધિ, સકલ શાઅપારંગત, અન્વીક્ષિકી વિધાધારી, મહાન સમન્વયકાર, પ્રખર વૈયાયિક, ભગવાન શ્રી હરિભદ્રસૂરિ પછી જેમ શ્રી હેમચંદ્રસૂરિજી તેમ તેમની પાછળ શાસનસંરક્ષક ધમ સેનાપતિ, દ્રવ્ય અને ભાવથી શુદ્ધાચાર ક્રિયાપાલક, વાદિમદભજક, સકલ મુનિશેખર, દ્રવ્યાનુયોગને દરિયે ઉલ્લવી જનાર, શાસન માટે ઝઝનાર, મહાન અધ્યાત્મજ્ઞાની, પરમગુણાનુરાગી, બાલબ્રદાચારો, સ્વનામધન્ય ઉપાધ્યાયજી શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ અને મહાન અવધૂત, અધ્યાત્મ જ્ઞાનમરતીમાં સદિત મસ્ત, ગિરિ–ગુફા કાતરામાં અંતરાત્મદશામાં ખેલનાર, ચોગ, અધ્યાત્મ જ્ઞાન, ત્યાગ, તપ, તિતિક્ષાદિ વિષયે કઠસ ભરી આત્મ–પ્રભુને ગાનાર, અલખ, અનાહતને ગાન ગવે એવા શ્રીમદ્ આનન્દઘનજી-એવા બે ભારતવર્ષના ગાધ્યાત્મજ્ઞાન-તિધરે પરસ્પર અપરિચિત એવા, જ્યારે પરમ જિજ્ઞાસુ દષ્ટિએ મળ્યા હશે, ત્યારે ઉભયે કે નિજાત્માનંદ લૂટયો હશે? જ્ઞાનસરોવરની પાસે કેવી આત્માન સુરસ લહાણુ લીધી-દીધી હશે? જાણ્યા તેવા જ પ્રમાણ્યા હશે ત્યારે કેવી અને કેટલી હર્ષોન્મત્ત દશામાં પરસ્પર ભેટી પડયા હશે? કેટલે આદર, આનંદ, ઉલલાસ પ્રકટયો હશે, વૃદ્ધિ પામ્યો હશે? પરસ્પરનાં મુખદર્શન બાદ, અંતરાત્મદશાના દર્શને કે પ્રદ ઊછળ્યો હશે ? કેવા રથળ, સમય, સંજોગે એ અદ્દભુત પ્રસંગ જામ્યો હશે ? એ હકીકત પ્રત્યેક ગુણાનુરાગી, આત્મહિતાથી, જ્ઞાનપિપાસુ, આધારક, વિચારક અને તાવચિન્તકને જરૂર પ્રમુદિત કરનાર બનશે એમ માની આ જાત પ્રકટાવવા પ્રયત્ન કરું છું. આ બન્ને મહામાનની સાઘત જીવનગાથા ઉપલબ્ધ છે તેટલી શોધવાના અમારા પ્રયત્ન વર્ષોથી ચાલુ છે. અત્યાર સુધીમાં આ દિશામાં શોધખોળના ઘણા પ્રયાસ સેવાયા છે – ૫. કચલી શારદમૂછાળી શારદા.
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy