________________
છે, એજ સુખની સાચી ભૂમિકા છે. એ માટે ચિત્તના દેને ખંખેરવાની જરૂર છે. ક્રોધ, મદ, લેભ, તૃષ્ણા, મ-સર, ઈર્ષા, દ્વેષ, અસૂયા એ બધા ચિત્તના દોષ છે. મનના એ વિકાને ધોયા વગર સુખની આશા રાખવી સર્વથા અસ્થાને છે. એ મળને ધોયા વગર ઈન્દ્ર, ચન્દ્ર, નરેન્દ્ર કે ચક્રવતી કે સુખી થઈ શકતો નથી. જેણે પિતાની આન્તર શુદ્ધિ સાધી છે તેને ભૌતિક સાધનની સગવડ કમ હેાય અને એથી બહારની અગવડના અgભવનો સામનો કરવો પડે તો પણ તેના ચિત્તની શાન્તિ અબાધિત રહે છે. આન્તરશુદ્ધિધારકની વિકસિત જ્ઞાનદષ્ટિમાં દુઃખને પણ મુખરૂપે માની પિતાની આત્મશાતિને સુરક્ષિત રાખવાનું સામર્થ હોય છે. આ પરથી સાચું સુખ કયાં છે એ સ્પષ્ટ થાય છે. એક જ શબ્દમાં સુખની ભૂમિકાને ઉલલેખ કરવો હોય તે કહી શકાય કે સાચું સુખ સદાચારમાં છે. વિચાર અને આચરણની શુદ્ધિ એનું નામ સટ્ટાચાર. શુદ્ધ ભાવના અને પવિત્ર વર્તન એનું નામ સદાચાર, અહિંસા, સત્ય, સંયમ, ત્યાગ, સતોષ આદિ ગુણોથી જીવનનું સંસ્કરણ એનું નામ સદાચાર. આ પ્રકારનું સંસ્કારશાલી જીવન એ જ ખરી રીતે જીવન છે. ખરેખરું ડહાપણ એ પ્રકારનું જીવન જીવવામાંજ છે. વાસ્તવિક સુખ ને શાતિ એ પ્રકારના જીવનમાં જ વિકસે છે.
આત્મા, પરક કે ઈશ્વરમાં ન માનનાર એ ન માનવાને અંગે “નાસ્તિક” કહેવાય છે. કેમકે એ તાના અસ્તિત્વ પર એની આસ્થા બેસતી નથી,